Saturday, May 31, 2025

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૩ – મણકો : ૫_૨૦૨૫

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૩ મા સંપુટના મણકા - _૨૦૨૫માં આપનું સ્વાગત છે.

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  

Mughal-E-Azam director advised Madhubala to seduce Dilip Kumar if she wanted his commitment: ‘He told her to draw me into physical intimacy’ - દિલીપ કુમાર લખે છે કે મધુબાલા સાથેના તેમના સંબંધમાં કે આસિફ ટાંગ અડાવતા હતા. દિલીપ કુમાર પાસે હા કેમ પડાવી લેવી તે અંગેને સલાહો આપ્યા કરતા. 

Reimagining India’s Cultural Tapestry: In Conversation with Neville Tuli - Antara Nanda Mondal - Silhouette Magazine સાથેના  વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં નેવિલ તુલી હિંદી ફિલ્મોમાં વપરાયેલી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ૧૦૦,૦૦૦થી વધુ કલાકૃતિઓના અગ્રગ્ણ્ય સંગ્રહ વિશે વાત કરે છે. 

Sharmila Tagore stayed in a chowkidar’s room while Simi Garewal got a bungalow during the shoot of Satyajit Ray’s Aranyer Din Ratri: ‘You cannot imagine how hot it was’ - લગભગ આ જ સ્મય ગાળામાં જ્યારે એ વિસ્તારમાં તાપમાન ૪૦થી ૪૪ ડીગ્રી હોય છે ત્યારે સત્યજિત રાયની ફિલ્મ, અરણ્યેર દિન રાત્રી (૧૯૭૦)નું શુટિંગ ઝારખંડના પલામુ વિસ્તારમાં કરેલું. 

આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના તાલ વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો પંચમના સુરની આર ડી બર્મનનાં ગીતોના તાલમાં એક ખાસ ઓળખ હતી જે ૩૦૦થી વધારે ફિલ્મોમાં આર ડી બર્મનના વારસા તરીકે શ્રોતાઓના મનમાં ધબકે છે.

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૧૦મા સંસ્કરણના એપ્રિલ ૨૦૨૫ના અંકમાં હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૬૩ - નાં  ગીતો સાંભળ્યાં. અત્યાર સુધી આપણે

૨૦૧૭માં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં,

૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં,

૨૦૧૯માં ૧૯૫૬ અને ૧૯૫૭નાં વર્ષોનાં,

૨૦૨૦માં ૧૯૫૮નાં વર્ષનાં, ,

૨૦૨૧માં ૧૯૫૯નાં વર્ષનાં,

૨૦૨૨માં ૧૯૬૦નાં વર્ષનાં

૨૦૨૩માં ૧૯૬૧નાં વર્ષનો ભાગ , અને

૨૦૨૪માં ૧૯૬૧ના વર્ષનો ભાગ ૨

સાંભળ્યાં છે..

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૧૦મા સંસ્કરણના મે ૨૦૨૫ના અંકમાં મન્ના ડે - ચલે જા રહેં હૈ… - ૧૯૫૮ - નાં ગીતો સાંભળ્યાં. અત્યાર સુધીમાં આપણે

૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો,

૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો

૨૦૨૦માં તેમનાં ૧૯૫૧-૧૯૫૩નાં ગીતો,

૨૦૨૧માં તેમનાં ૧૯૫૪-૧૯૫૫નાં ગીતો,

૨૦૨૨માં તેમનાં ૧૯૫૬નાં ગીતો,

૨૦૨૩માં તેમનાં ૧૯૫૭નાં ગીતોનો ભાગ ૧, અને,

૨૦૨૪માં તેમનાં ૧૯૫૭નાં ગીતો ભાગ  

સાંભળી ચૂક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Sun Mere Bandhu Re - Revisiting Hindi Film Songs of 50s, 60s and 70s રજૂ કરે છે:

Many-Splendoured Love | प्रेम के रंग | Love Songs in Films | Sun Mere Bandhu Re SAAM Podcast Ep 22

Childhood | बचपन के गीत | Songs of Childhood in Films | Sun Mere Bandhu Re SAAM Podcast Ep 23

The ‘Street Singer’ Songs - આ એવાં ગીતો છે જે પરદા પર પાત્ર શેરીમાં ગાય છે. સામાન્ય્પણે એ પાત્ર એકલું જ હોય, પણ અમુક ગીતોમાં સાથીદાર પણ હોય. કોઈ એક પાત્રના હાથમાં હાર્મોનિયમ કે ઢોલક જેવું કોઈ વાદ્ય પણ હોય જ. એ પાત્ર મુખ્ય પાત્ર હોય કે પછી મુખ્ય પાત્રના સાથીદાર પણ હોય. અહીં પ્યાર હુઆ ઈક઼રાર હુઆ જેવાં રોમેંટીક ગીતો નથી સમાવાયાં. 

Procession Songs ગીતો પણ શેરીમાં જ ગવાય છે, પણ ફિલ્મમાં આ ગીતો સરઘસ, ભિક્ષુકઓનો સમુહ કે જાન આવાં ગીતો ગાય છે.

The Contrarian Songsહિંદી ફિલ્મોમાં મોટા ભાગે અમુક ભાવ બહુધા જોવા મળતા હોય છે. અહીં એવા ભાવોના ચીલાચાલુ પ્રવાહથી અલગ પડતાં ગીતો રજુ કરાયાં છે. 

Zindagi ai zindagi, zindagi tere hain do roop એવાં ગીતો છે જેમાં વાસ્તવિક જીવનમાં વિરોધી ભાવ સાંભળવા મળે છે.

Small Town India in Ten Songs - નાંનાં શહેરો (એટલે કે મહાનગરો નહીં)ના નામ ગીતના બોલમાં વણી લેવાયેલ જોવા મળે છે.

Hindi Film Songs without a Prelude - હિંદી ફિલ્મોમાં સામાન્ય રીતે ગીતની શરૂઆત પૂર્વાલાથી થતી હોય છે. એ પૂર્વાલાપ વાદ્યવૃંદ સ્વરૂપે હોય, કે પછી આલાપ સ્વરૂપે હોય, અથવા બન્ને પ્રકાર સાથે હોય. અમુક ગીતોમાં માત્ર ગાયક ગુંજારવો ઉપયોગ આલાપની જગ્યાએ પણ કરે. અહીં રજુ કરાયેલાં ગીતો પૂર્વાલાપના પ્રવાહ વિના જ શરૂ થઈ જાય છે. આ પ્રકારનાં ગીતોમાં સ્વ્યંભૂ શરૂઆતની સહજતા વિશેષપણે અનુભવાતી હોય છે. ગુરુ દત્તનાં ગીતોની શરૂઆત ફિલ્મમાં જે દૃષ્ય ચાલી રહ્યું તેનાં સાતત્ય સાથે ભળી જતી હોય છે. ગુરુ દત્તની ઘણી ફિલ્મોના ગીતલેખક મજરૂહ સુલ્તાનપુરી આ વાત અહીં રજુ કરે છે.



Unbridled fandom meets detailed analysis, in a new book about Vijay and Dev Anand - તનુજા ચતુર્વેદીનું પુસ્તક Hum Dono વિજય આનંદ અને દેવ આનંદે સાથે કરેલી ફિલ્મોની યાદની ગુરુદક્ષિણા છે.



Best songs of year શ્રેણીમાં સોંગ્સ ઑફ યોર Best songs of 1940 રજુ કરે છે. .

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ:

મે ૨૦૨૫માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

જાગોલગતા ગીતો : जागो रे जागो प्रभात आया

ફિલસુફીભર્યાં ગીતો૩૫कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં બિરાજબહુ (૧૯૫૪)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

દિપક સોલીયા 'ધિક્કારનાં ગીતો' નવી લેખમાળાની શરૂઆત  નર અને નારી: ટોમ એન્ડ જેરી થી કરે છે.

ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. મહિને સાક઼િબ લખનવી, રફીક ગઝનવી, માહિર ઉલ કાદરી અને  પાલ પ્રેમીની ગઝલો પેશ કરે છે.

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૫માં આપણે ઓ પી નય્યર રચિત  મોહમ્મદ રફીનાં યુગલ ગીતો યાદ કરીશું. હવે આપણે ઓ પી નય્યર રચિત મોહમ્મદ રફી  - ગીતા દત્તનાં યુગલ ગીતોની યાદ તાજી કરીશું. ગીતા દત્તનાં ઓ પી નય્યર રચિત ગીતો એટલે ગીતા દત્તની આગવી ઓળખ સમાં ગીતો......

ગરીબ જાન કે હમ કો તુમ ન ભુલા દેના - છૂમંતર (૧૯૫૬) - ગીતકારઃ જાં નિસ્સાર અખ્તર 



ગમ નહી કર મુસ્કરા જીને કા લે લે મજા - છૂમંતર (૧૯૫૬) - ગીતકારઃ જાં નિસ્સાર અખ્તર



આંખોં  હી આખોંમે ઈશારા હો ગયા - સી આઈ ડી (૧૯૫૬) - ગીતકારઃ જાં નિસ્સાર અખ્તર 



અય દિલ હૈ મુશ્કિલ જીના યહાં - સી આઈ ડી (૧૯૫૬) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: