Sunday, March 22, 2026

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૪મું - માર્ચ ૨૦૨૬

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના માર્ચ ૨૦૨૬ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ને જ ચાલુ રાખીશું.

આ કેન્દ્રવર્તી વિષયની અંદર હવે આપણે ગુણવત્તા ૪.૦માં પુરવઠા સાંકળને લગતા વિષયો અને પારિભાષિક શબ્દોની ચર્ચા કરીશું.



આજના મણકા માટે આપણે પૂરવઠા સાંકળની ક્ષમતાઓની ટુંકમાં વાત કરીશું.

પુરવઠા સાંકળમાં આટલી ક્ષમતાઓ ખાસ કરીને હોવી જરૂરી છે

૧. પુરવઠા સાંકળ વ્યૂહરચનાનો વિકાસ : બિઝનેસનાં ધ્યેયો સાથે સુસંગત માળખાં ડિઝાઇન કરવાં.
૨. માંગની આગાહી અને તેનુંલગતું આયોજન: માંગની આગાહી કરવામાં અને તે મુજબ માલસામાનના જથ્થાનું વ્યવસ્થાપન કરવામાં  AI/ડેટાનો ઉપયોગ કરવો.
૩. ખરીદી અને વ્યૂહાત્મક પુરવઠા સ્ત્રોતો: પૂરવઠાકારો સાથેના સંબંધો અને કાચા માલની પ્રાપ્તિનું  સંચાલન.
૪. માલ સામાનની ફેરફેર અને વિતરણનું વ્યવસ્થાપન: માલસામાનની કાર્યક્ષમ હેરફેર અને કાર્યદક્ષ ભંડાર વ્યવસ્થા.
૫. પુરવઠા સાંકળની સ્થિતિસ્થાપકતા: વિક્ષેપો અને અવરોધોનો સામનો કરવાની અને તેમાંથી મૂળ સ્થિતિથી પણ વધારે સારી પરિસ્થિતિ પુનઃપ્રાપ્ત કરવાની ક્ષમતાનું નિર્માણ.
૬. જોખમ વ્યવસ્થાપન અને શમન: સંભવિત વિક્ષેપોનાં જોખમોને ઓળખવા અને હળવાં કરવાં કે નિવારવાં .
૭. ડિજિટલાઇઝેશન અને ટેકનોલોજી એકીકરણ: AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને IoT નો ઉપયોગ.
૮. ગ્રાહક સાથેના સંબંધનું વ્યવસ્થાપન: સેવાઓનું સ્તર અને માલ પહોંચતો થાય એ અંગેની અપેક્ષાઓનું સંચાલન.
૯. ઓર્ડર પરિપૂર્ણતા: ઓર્ડર મુકાવાથી લઈને માલ પહૉચતો થાય ત્યાં સુધીની પ્રક્રિયાનું ઈષ્ટતમ વ્યવસ્થાપન કરવું.
૧૦. ઉત્પાદન પ્રવાહનું વ્યવસ્થાપન: માંગ અને માલસામાનના જથ્થાને સાથે ઉત્પાદન સાથે સાંકળવું. ને
૧૧. સંપોષિતા  અને નૈતિક ખરીદીઃ 'હરિત' ખરીધી પ્રણાલિકાઓ પ્રસ્થાપિત કરવી અને અનુપાલન કરતાં રહેવું.
૧૨. પુરવઠા સાંકળ નિયમન દેખરેખ બુરજ (દૃષ્ટિગોચરતા): રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને ડેટા એનાલિટિક્સ

વધારાનું વાંચનઃ

Supply Chain Capabilities to Address


Three Practical Steps to Integrate Supply Chain Capabilities


હવે પછીના અંકોમાં આપણે પુરવઠા સાંકળનાં વિવિધ પાસાંઓની ચર્ચા ચાલુ રાખીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

·       All Things Quality: An ASQ Podcast - Upskilling for Quality4.0 & 5.0

Quality Mag માંથી

  •         The Origins of Superheroes - અને ગુણવત્તા ક્ષેત્રમાં તેમના વાસ્તવિક જીવનના સમકક્ષ વીરલાઓ - Darryl Seland

ગુણવત્તા ક્ષેત્રના કેટલાક પ્રતિનિધિક અધિક વીરલાનાં અહીં દૃષ્ટાંત ટાંક્યાં છેઃ

એક નમ્ર ગુણવત્તા ઇજનેર, કદાચ થોડો નિરાશ, કદાચ વધુ પડતું કામ કરતો અને ઓછી પ્રશંસા મેળવતો રહેતો (મને ખાતરી છે કે આપણામાંથી કોઈને આવી વ્યક્તિની કલ્પના આવી શકશે) એક આધુનિક-ટેક શોપ ફ્લોર પર તેની સુપર-હાઇ-ટેક લેબમાં કામ કરી રહ્યો છે, કૃત્રિમ પ્રજ્ઞા (AI) અને અત્યાધુનિક પરીક્ષણ સાધનોની વિપુલતા સાથે ટીમ બનાવી રહ્યો છે. અચાનક, એક વિસ્ફોટ થાય છે!

તેની રાખમાંથી દુષ્ટ ડૉ. દફેક્ટો ઉભરી આવે છે, એક એવો જાદુ ટૉણા કરતો અનિષ્ટકારક ભૂવો જેની આંગળીના ટેરવાંઓ ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ પ્રણાલીઓનો નાશ કરવા સક્ષમ છે. તેનો શત્રુ, જનરલ ગેજ, સંપૂર્ણપણે પરિણામમાપક સાધનોથી બનેલો રોબોટ, અને વિસ્ફોટનાં પરિણામે ઉદ્‍ભવેલ અને AI વડે ચેતનાપ્રાપ્તરોબોટ્સની તેની ટીમ, જેમાં કર્નલ કેલિબ્રેશન અને જલદી પક્ડાઈ ન જાય, પણ મજા કરાવતો CMM(Coordinate Measuring Machine), (હુલામણું નામ) કોર્ડો શામેલ છે.

અને જ્યાં શ્રેય આપવું જ જોઈએ ત્યાં શ્રેય આપતાં, એડી પોમ્પાની NDT હીરો રચનાઓ તમામ ક્ષેત્રોમાં આધારભૂત નિરીક્ષણ અને ગુણવત્તા ખાતરી પ્રક્રિયાઓ લાગુ કરીને આપત્તિને અટકાવીને આપણા વિશ્વને સુરક્ષિત અને સલામત  બનાવવા માટે કાર્ય કરતી રહેતી એવી દરેક NDT પદ્ધતિને અનન્ય સુપરહીરોમાં સમાવિષ્ટ કરે છે. વધારે વિગત માટે વાંચીએ - https://www.ndthero.com/about.

બાઈબલ નો શ્લોક - લ્યુક ૮:૧૭ - "કેમ કે એવું કંઈ છુપાયેલું નથી જે દૃષ્ટિગોચર ન થાય અને એવું કંઈ ગુપ્ત નથી જે જાણી શકાયું ન હોય અને પ્રકાશમાં ન આવે."


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: