ગુણવત્તા સંચાલન
વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના એપ્રિલ ૨૦૨૬ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલન વિષેના લેખ
અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ની જગ્યાએ આજના અંકમાં ISO 14001: 2026 સંસ્કરણ - ISO 14001:2026, Environmental
management systems – Requirements with guidance for use - નું એપ્રિલ ૨૦૨૬માં પ્રકાશન થયું છે એટલે એ વિશે થોડી પ્રાથમિક વાત કરીશું..
ISO ૧૪૦૦૧ નાં નવાં સંસ્કરણના અમલની સમયરેખા[1]
|
તબક્કો |
સીમા ચિહ્ન |
|
વર્તમાન સ્ટાન્ડર્ડ |
ISO
14001:2015 |
|
ડ્રાફ્ટ આંતરરાષ્ટ્રીય
સ્ટાન્ડર્ડ |
જૂન ૨૦૨૫માં પ્રકાશિત થયું |
|
અંતિમ ડ્રાફ્ટ
આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ |
જાન્યુઆરી ૨૦૨૬માં
પ્રકાશિત થયું |
|
નવું સંસ્કરણ |
એપ્રિલ ૨૦૨૬માં પ્રકાશિત થયું |
|
નવાં સંસ્કરણના અમલની
અંતિમ સીમા |
એપ્રિલ ૨૦૨૯ |
નવાં સ્ટાન્ડર્ડમાં થઈ રહેલા
કેટલાક મુખ્ય ફેરફારો[2]
·
વાતાવરણમાં થતાં પરિવર્તનને લગતા સુધારા (કલમ 4.1.
અને 4.2):
૨૦૨૪ માં રજૂ કરાયેલ
વાતાવરણમાં થતાં પરિવર્તનને લગતા સુધારા (સંદર્ભ ISO
14001:2015/Amd1:2024) હવે નવાં સ્ટાન્ડર્ડમાં સમાવી લેવાયેલ છે. જો કે, વાતાવરણમાં થતાં પરિવર્તન ઉપરાંત, કુદરતી સંસાધનોનો ઉપયોગ, પ્રદૂષણ સ્તર અને જૈવિક વિવિધતા જેવા સંસ્થાગત સંદર્ભના વિશ્લેષણ માટે અન્ય
પર્યાવરણીય મુદ્દાઓ પણ ઉમેરવામાં આવે છે. આ સુધારાઓ સર્વગ્રાહી પર્યાવરણીય સ્તર પર
ધ્યાન જાળવી રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.
·
જોખમો અને તકોને લગતાં પગલાંઓ (કલમ 6.1):
હાલની જરૂરિયાતોને સ્પષ્ટ
કરવાના ઉદ્દેશ્યથી લખાણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે: 6.1.1 'સામાન્ય' માંનાં મોટાભાગના લખાણને નવી કલમ 6.1.4 'જોખમો અને તકો' માં ખસેડવામાં આવેલ છે અને 'આયોજનને લગતાં પગલંઓ' ને સંદર્ભોચિત સ્વરૂપ કરવામાં આવી છે અને 6.1.5 માં ફરીથી નવો ક્રમ અપાયો છે.
· પર્યાવરણીય પાસાંઓ (કલમ 6.1.2):
પર્યાવરણીય પાસાંની
પ્રક્રિયામાં જીવનચક્રના પરિપ્રેક્ષ્યના વિચારને સમજાવવા અને તેને સબળ બનાવવા માટે
એક નવી નોંધનો સમાવેશ કરવામાં આવ્યો છે.
· કાર્યકારી આયોજન અને નિયંત્રણ (કલમ 8.1):
"આઉટસોર્સ્ડ પ્રક્રિયાઓ" ના નિયંત્રણથી આગળ વધીને "બહારથી પૂરી
પાડવામાં આવતી પ્રક્રિયાઓ, ઉત્પાદનો અને સેવાઓ" ના નિયંત્રણ સુધી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે.
· સુધારણા (કલમ ૧૦):
કલમોનું એકીકરણ અને
પુનઃક્રમાંકન કરાયું છે, જોકે મૂળ સામગ્રી એકદમ સમાન છે.
· અનુસૂચી એ માનાં માર્ગદર્શન માં કલમ ૪ -૧૦ સુધીની કલમો અને પેટાકલમોની આવશ્યકતાઓનાં અર્થહટનમાં સ્પષ્ટા રહે તે રીતે મોટા પાયે ફેરફારો અને સુધારાઓ કરાયા છે.
Understanding the 2026 Revision of
ISO 14001
ISO 14001:2026 – What’s changing and what you need to do
BS EN ISO 14001:2026 Environmental
Management Systems: What’s New?
Preparing for ISO 14001:2026:
Strengthening your environmental management system
હવે પછીના અંકોમાં આપણે પુરવઠા સાંકળનાં વિવિધ પાસાંઓની ચર્ચા ચાલુ રાખીશું.
હવે આપણે આપણા
નિયમિત વિભાગો તરફ વળીએ:
·
All
Things Quality: An ASQ Podcast - 7 technologies that will change the
way you audit
Quality
Mag
માંથી
· How Do We Get to the Positive? - જ્યારે ધ્યાન નકારાત્મકતા તરફ હોય - Darryl Seland
એ તો માનવ
સ્વભાવ છે. નકારાત્મક અનુભવ અને તેના પરિણામે થતી ભાવનાત્મક સ્થિતિને બોલાવવા
જવાની જરૂર નથી. આપણે ઉપયોગમાં લીધેલ પેદાશ કે સેવા, કંઈ અંશે પણ, આપણી અપેક્ષા મુજબ રહી છે તે જણાવવા માટે આપણી પાસે સમય અને
શક્તિ ઓછાં હોય છે. આપણામાંના મોટા ભાગના ઘણા લોકો પોતાના નકારાત્મક અનુભવને
વ્યક્ત કરવા માટે તૈયાર હોય છે.
આ ભાવનાત્મક
ઘટક માટે એમ પણ કહેવાય છે કે ઘણીવાર જૂઠાણાને ખોટું સાબિત કરવાનું ખૂબ મુશ્કેલ બની
જતું હોય છે. જો કે, એક નવું મનોવિજ્ઞાન વિકસી રહ્યું છે, જે એક એવી પ્રચલિત પદ્ધતિ છે જેનો હેતુ જૂઠાણું આકાર લે તે
પહેલા જ તેને ખોટું સાબિત કરવાનો છે. તેને "પ્રી-બંકિંગ[3]" કહેવામાં આવે છે. વિડંબના એ છે કે, તે રસી જેવું છે. હકીકતમાં, તેને "રસીકરણ (ઇનોક્યુલેશન) થિયરી[4]" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ લોકોને સશક્ત, વધુ વાયરલ સંસ્કરણનો સામનો કરતા પહેલા ખોટી માહિતીના નબળા
સ્વરૂપનો સામનો કરવાનું કામ કરીને જૂઠાણા સામે પ્રતિકાર બનાવવામાં મદદ કરે છે.
આ પદ્ધતિને
"સત્ય સેન્ડવિચ[5]" પણ કહેવાય છે. આ પદ્ધતિમાં સત્યથી શરૂઆત કરવાની, ત્યારબાદ વચ્ચે જૂઠાણું, અને પછી ફરી પુરાવા દ્વારા સબળ સત્યની રજૂઆત કરવાની હિમાયત
કરે છે.
આત્રેયી
ચક્રવર્તી, તેમના લેખ, “Critical
Thinking in the Age of AI: How to Utilize AI the ‘Right’ Way in Quality” માં લખે છે, "ચાલો, AIના અસરકારક ઉપયોગને અવરોધતી પાંચ સામાન્ય દંતકથાઓને ખોટી સાબિત
કરીએ."
અને માર્ક ફ્રિડમેન તેમના લેખ, Force and Torque
Sensor Integration Has Come a Long Way માં લખે છેઃ
" ઘણા અન્ય વ્યાવસાયિકોની જેમ, ગુણવત્તા મેનેજરો અને એન્જિનિયરો વિશે, ઘણીવાર, શું ખોટું થયું છે તેના આધારે અભિપ્રાય
બાંધવામાં આવે છે."
ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ’ વિશેની ચર્ચાને રસપ્રદ અને
અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.
No comments:
Post a Comment