Sunday, May 24, 2026

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૪મું - મે ૨૦૨૬

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના મે ૨૦૨૬ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ની અંદર હવે આપણે ગુણવત્તા ૪.૦માં પુરવઠા સાંકળને લગતા વિષયો અને પારિભાષિક શબ્દોની ચર્ચા તરફ પાછા ફરીશું.

આજના મણકા માટે આપણે પૂરવઠા સાંકળની કાર્યસિદ્ધિ (SCP) વિશે ટુંકમાં વાત કરીશું.

પૂરવઠા સાંકળની કાર્યસિદ્ધિ માપવા માટે પૂરવઠા સાંકળ કામગીરી સંદર્ભ - The supply chain operations reference (SCOR) - મોડેલ અને બેલેન્સ્ડ સ્કોરકાર્ડ એ બે બહુ પ્રચલિત મોડેલ છે.

APICS (હવે Association for Supply Chain Management - ASCM- તરીકે જાણીતાં) નું પૂરવઠા સાંકળ કામગીરી સંદર્ભ - The supply chain operations reference (SCOR) મોડેલ આયોજન, સ્રોત ખોજ, ઉત્પાદન, પહોંચાડવું અને પરત થવું એ પાંચ મેનેજમેન્ટ પ્રક્રિયાઓ પર આધારિત છે.  તાજેતરમાં "શક્ય બનાવવું (Enable)" ને ક્ષમતા તરીકે ઉમેરીને મોડેલને વધારે સુસંગત કરવામાં આવ્યું છે. આમ, તેમાં ગ્રાહકની બધી ક્રિયાપ્રતિક્રિયાઓ, પુરવઠાકારોથી ગ્રાહકો સુધીના માલસામાનના ભૌતિક વ્યવહારો અને બજારની ક્રિયાપ્રતિક્રિયાઓ (દરેક ઓર્ડરની પરિપૂર્ણતા માટે એકંદર માંગ) સામેલ છે. આ ઉપરાંત, SCOR મોડેલમાં ચાર મુખ્ય વિભાગો છે જેમ કે (આ લેખનો વિષય) કાર્યસિદ્ધિ, પ્રક્રિયાઓ, વ્યવહારો અને લોકો. પાંચ કાર્યસિદ્ધિ કોષ્ટકો  છે, જેમાંથી ઓછામાં ઓછું એક વિગતવાર કોષ્ટક છે જેને સ્તર ૧ (અને જો વધુ હોય તો, સ્તર ૨, અને ૨) કહેવામાં આવે છે. નીચલા-સ્તરનું કોષ્ટક ૧સ્તરનાં કોષ્ટક-ની કાર્યસિદ્ધિમાં અંતર કે તેનાં કારણોનું નિદાન કરશે. આ વિચારસરણીની રીત અવરોધ શોધવા અને ઉકેલો બનાવવા માટેની મૂળ-કારણ વિશ્લેષણ પદ્ધતિ જેવી જ છે.

વિશ્વસનીયતા, પ્રતિભાવ અને ચપળતા: ગ્રાહક-લક્ષી
ખર્ચ અને સંપત્તિ વ્યવસ્થાપન કાર્યદક્ષતા: આંતરિક-કેન્દ્રિત

નીચે આપેલ આકૃતિ પૂરવઠા સાંકળ અને કાર્યસિદ્ધિના વિભાગના સંદર્ભમાં SCOR મોડેલને દર્શાવે છે. 


બેલેન્સ્ડ સ્કોરકાર્ડ સંસ્થાને લગતા ગ્રાહક, નવોત્થાન, નાણાકીય અને આંતરિક વ્યવહારો જેવા દૃષ્ટિકોણોની ગણતરીમાં લે છે.

કપ્લાન અને નોર્ટન (૧૯૯૨)નું  બેલેન્સ્ડ સ્કોરકાર્ડ મોડેલ


વધારાનું વાંચનઃ

How to measure supply chain performance? - How many metrics are sufficient? - Ngoc Tran

Introduction to Supply Chain Performance Metrics and KPIs

The 7 Most Important Aspects of Supply Chain Performance

Measuring and Managing Supply Chain Performance



હવે પછીના અંકમાં આપણે પુરવઠા સાંકળની ચર્ચા ચાલુ રાખીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

·       All Things Quality: An ASQ Podcast3 Transformative Trends Reshaping Leadership and Teamwork

Quality Mag માંથી

  • You Can’t Fall Off the Middle - કિનારાઓ ઘણીવાર સલામતી, સ્થિરતા કે દૃષ્ટિકોણની તક પૂરી નથી પાડી શકતા - Darryl Seland

 મોટા ભાગે, આપણે બે અંતિમોની (એટલે ​​કે, એક જ મુદ્દાના ઉત્તરદક્ષિણ વિરોધોઓ અથવા એક જ કાર્ય માટે બે દેખીતી રીતે સામસામા અભિગમો), બાબતે આપણે બરાબર મધ્યમાં રહેવાનું પસંદ કરતાંહોઈએ છીએ.  અંતિમ સ્થિતિઓ જો અસ્થિરતા અને જોખમનું પ્રતિનિધિત્વ કરે છે, તો મધ્ય એ સલામતી, સ્થિરતા અને સમધારણત્વનું સ્થાન છે. જ્યારે મધ્યમાં હોઈએ, ત્યારે આપણી પાસે ભૂલ માટે સૌથી વધુ વધારે અવકાશ હોય છે, જ્યારે  બૌદ્ધિક, ભાવનાત્મક કે ભૌતિક અંતિમો સીધો નીચેનો માર્ગ દેખાડી દઈ શકે છે.

સંઘર્ષના નિરાકરણના સંદર્ભમાં, "પડવું" એટલે જ્યારે કોઈ ધરમૂળ પરિવર્તનનો પક્ષ લે તો વધારે પડતી સુધારણા અથવા સંબંધોના સંપૂર્ણ ભંગાણ તરફ દોરી જાય છે. મધ્ય સ્થાન એ નિરપેક્ષતા નું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં વ્યક્તિ ભાવનાત્મક ગૂંચવણ વિના હકીકતોનું અવલોકન કરી શકાય છે. મધ્યમાં રહીને - મધ્યસ્થી તરીકે કાર્ય કરીને અથવા ફક્ત તટસ્થતા જાળવીને - તમે "પડી" જતા નથી કારણ કે તમે વિરોધી પક્ષોના અસ્થિર હાલનડોલનમાં ભાગ લઈ નથી લેતાં. જેમ કેટલાક લોકો માને છે એમ 'દૂધમાં અને દહીંમાં રહેવું' એક નબળી સ્થિતિ નથી; તે એક વ્યૂહાત્મક અનુકૂળ બિંદુ છે જે જ્યારે અન્ય લોકો ખાઈની ધાર પર સંઘર્ષમાં ગુંચવાયેલા ગોય છે ત્યારે સ્થિરતા પુરી પાડે છે.
રૂપકાત્મક અર્થમાં, "મધ્ય" સાધારણ, બંધબેસતું અથવા "સરેરાશ"નું પ્રતિનિધિત્વ કરે છે. તેની સામે, સમાજ ઘણીવાર અત્યાધુનિક હોવાનો મહિમા ગાય છે. ઉચ્ચતમ કાર્યસિદ્ધિ કરી બતાવવતાં રહેવું કે સૌથી નવીન કરી બતાવતાં રહેવું એવી સ્થિતિઓમાં અનિશ્ચિતતા પણ રહેલી હોય છે. વ્યવસાય અથવા કલા જેવાં ક્ષેત્રોમાં મહત્તમ અને હરહંમેશ કાર્યસિદ્ધિ, ગુણવત્તા કે લોકપ્રિયતા સિદ્ધ્હ કરતાં રહેવામાં  "પાછાં પડવું" એ  બહુ સામાન્યપણે ભયસ્થાન ધરાવે છે. જો કે, જ્યારે તમે મધ્યમાં કાર્ય કરો છો, ત્યારે તમે બહુ ઉંચાં શિખરોને પરથી ઝડપી, વિનાશક ઉતરાણનો ભોગ બનવાની સ્થિતિમાં ન પણ મુકાઈ શકો. છતની નજદીક રહેવાને બદલે તળીયાં પર પગ ટેકવેલા હોવાથી  'મધ્ય' અવસ્થા ટકાઉ પાયો પુરો પાડી શકે છે.

વ્યક્તિગત જીવનમાં, 'મધ્ય' ભાવનાત્મક નિયમનનો પર્યાય છે. "અતિમાત્રા" ક્રોધ, ઉલ્લાસ, ગભરાટ અથવા નિરાશાનાં રૂપમાં જોવા મળતી રહે છે. જ્યારે આપણે ભાવનાત્મક ઉગ્રવાદની કક્ષાએથી કાર્ય કરીએ છીએ, ત્યારે આપણે ભૂલો કરી બેસવાની સંભાવના ધરાવીએ છીએ, જેને કારણે "પાછા પડવા"ની શક્યતા રહે છે. 'મધ્ય' એ અક્ષુબ્ધતાનું કેન્દ્ર છે, જે ઘણીવાર કાળજીપૂર્વક વિચારવાથી કે પગલાં લેવાથી કે પછી ફક્ત તાત્કાલિક પ્રતિક્રિયા ન આપવાનું પસંદ કરીને કેળવી શકાય છે. આ સંતુલિત સ્થિતિમાં, વ્યક્તિ મુખ્ય મૂલ્યોમાં સ્થિર થાય છે, જેના કારણે ક્ષણિક નાટ્યાત્મકતામાં સરી પડવું કે બાહ્ય દબાણની અસરમાં આવી જવું અશક્ય બની શકે છે. તમે તમારા પોતાના સત્યમાં ખૂંપેલાં રહી શકો છો.

જો કે, 'મધ્ય'નો અર્થ નકારાત્મક પણ હોઈ શકે છે. "વચમાં અટવાઈ ગયા છો?" શબ્દપ્રયોગ તો સાંભળ્યો જ હશે !  ખાસ કરીને મધ્યમ કદના ઉત્પાદકોના સંદર્ભમાં, ઉત્પાદન ક્ષેત્રની લગતી વાસ્તવિકતાઓના વિશ્લેષણમાં રેન્ડી કાર લખે છે, "આજના ઝડપી ગતિવાળા વાતાવરણમાં સફળ થવા માટે જરૂરી બજેટ અને કુશળતા ધરાવતી મોટી કંપનીઓ દ્વારા એક બાજુથી મધ્યમ કદના ઉત્પાદકો પર વધુને વધુ દબાણ કરવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ, ગ્રાહકોની સતત વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આવશયક એવાં અનુકૂલન, વિશેષતા અને વિકાસ કરવામાં વધુ સારી રીતે સક્ષમ નાના, વધુ સાહસિક ઉત્પાદકો દ્વારા પણ દબાણ વધતું રહે છે."

મધ્ય કક્ષાના વ્યવસાયોને ટકી રહેવાની સ્થિતિમાંથી સમૃદ્ધ બનવા તરફ જવા માટે ઉત્પાદકોએ જે ત્રણ વાસ્તવિકતાઓ શોધી કાઢી અને સ્વીકારવાની જરૂર તેના વિશે રેન્ડી કારના લેખ, Manufacturing Reality: Stuck in the Middle”, માં જરૂરથી વાંચવું જોઈએ.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: