Sunday, August 23, 2026

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૪મું - ઓગસ્ટ ૨૦૨૬

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના ઓગસ્ટ ૨૦૨૬ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ની અંદર હવે આપણે ગુણવત્તા ૪.૦માં પુરવઠા સાંકળને લગતા વિષયો અને પારિભાષિક શબ્દોની ચર્ચા કરી રહ્યાં છીએ.

આજના મણકા માટે આપણે  ખરીદી, ઉપલબ્ધિ અને પુરવઠા સાંકળ વચ્ચેના મૂળભુત તફાવત  (Purchasing vs. Procurement vs. Supply Chain) વિશે ટુંકમાં વાત કરીશું.

ખરીદી એ માલ ખરીદવાના કાર્યરીતિના વ્યૂહની ટૂંકા ગાળાની ક્રિયા છે. ઉપલબ્ધિ એ પુરવઠા સ્રોતો, વાટાઘાટો અને પુરવઠાકારો સાથેના સંબંધો વગેરેનું સંચાલન કરવાની વ્યૂહાત્મક પ્રક્રિયા છે. પુરવઠા સાંકળ એ કાચા માલથી લઈને અંતિમ ગ્રાહકને ઉપાદનો કે સેવાઓ પહોંચતી કરવા સુધીની દરેક પ્રક્રિયાનાં સંચાલનનુ  સંકલન કરે છે. ખરીદી ઉપલબ્ધિનો ભાગ છે જ્યારે ઉપલબ્ધિ પુરવઠા સાંકળનો ભાગ છે.



મહત્વના તફાવતો પર એક નજર[1]

પરિમાણ

ઉપલબ્ધિ

પુરવઠા સાંકળ સંચાલન

લક્ષ્ય

માલસામાન અને સેવાઓની કાર્યસાધકતા મુજબની ઉપલબ્ધિ 

પુરવઠાકારથી ગ્રાહક સુધીના પ્રવાહનું ઈષ્ટતમ સંચાલન 

વ્યાપ

સ્ત્રોત, કરારો, ખરીદી, ઓર્ડર્સ, ચુકવણી 

આગાહી, ઉત્પાદન, માલની હેરફેર, માલના જથ્થા, પરત 

સમય મર્યાદા 

નજદીકથી મધ્ય ગાળો

મધ્યથી લાંબો ગાળો 

મહત્વના કાર્યસિદ્ધિ સૂચકો (KPIs)

ખર્ચ, બચત, પુરવઠાકારોની કાર્યસિદ્ધિ, અનુપાલન 

વહેંચણી ઝડપ, ખર્ચ કાર્યસાધકતા, માલના જથાના ફેરબદલાઓ 

વધારાનું વાંચનઃ

What is Procurement vs Purchasing


What is procurement, really?

9 Steps in Procurement

Supply Chain vs. Procurement: Key Differences

Essential Elements to Improve Efficiency and Bottom Line - A comparison guide to sourcing and procurement

હવે પછીના અંકમાં આપણે સ્થળાંતરશીલતા -  તેનું પારિસ્થિતિકી તંત્ર અને ભાવિની ચર્ચા કરીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

·      All Things Quality: An ASQ Podcast - When your process meets reality – Andrea Bake

·       Quality Mag માંથી

·       Outkicking Your Coverage - ફૂટબોલ, રોમાંસ અને ગુણવત્તા પ્રતીતિ - Darryl Seland

તમારા ક્ષેત્રની બહાર કિક મારવી એ ફૂટબોલના ખેલનો શબ્દ છે. એવું બને છે જ્યારે કોઈ પન્ટર બોલને નીચેથી એટલી દૂર સુધી લાત મારે છે કે કવરેજ ટીમ ટેકલ કરવા માટે સમયસર પહોંચી શકતી નથી. આનાથી ડિફેન્સ મોટા પાયે રીટર્ન માટે જોખમમાં આવી જાય છે.

તાજેતરમાં રોમેન્ટિક દ્વિધાનું વર્ણન કરવા માટે આ શબ્દપ્રયોગ બે વાર સાંભળવામાં આવ્યો. તે ડેટિંગમાં વપરાતા, જેનાથી આપણે બધા પરિચિત છીએ એવા, બીજા શબ્દપ્રયોગ - આપણા બસની બહાર (out of your league) થી થોડું આગળ વધે છે. ગુણવત્તાયુક્ત ઉત્પાદનમાં, આ જ ખ્યાલ કંપનીની વાસ્તવિક ક્ષમતાથી વધુ ઉત્પાદન અથવા વધુ પડતાં વેચાણને માટે વપરાય. આવું થાય ત્યારે પરિણામો ગજાં બહારની મુશ્કેલીઓ પેદા કર્તાં હોય છે.

ફૂટબોલમાં, કિકની તાકાત અને ડાઉનફિલ્ડમાં દોડતા ખેલાડીઓની ગતિ વચ્ચે એક સુમેળભર્યું સંતુલન જાળવવાનું હોય છે. જો પન્ટર વધુ પડતો પ્રયાસ કરે છે, તો એ નાજુક  સુમેળ તૂટી જાય છે.

મેન્યુફેક્ચરિંગમાં, આ વિક્ષેપ ત્યારે પ્રગટ થાય છે જ્યારે વેચાણ, માર્કેટિંગ કે કંપનીની અંતર્ગત ગુણવત્તા પ્રણાલીઓનું બહુ ઝડપથી કરાયેલું વિસ્તરણ પુરવઠા સાંકળ કે વાસ્તવિક ઉત્પાદન ક્ષમતાઓ કરતાં વધુ હોય છે. ઉત્પાદક મોટા કરારો જીતી શકે શકે છે, મોટે પાયે માંગ પેદા કરી શકે છે, કે પછી તેમની આંતરિક પ્રક્રિયાઓ ખરેખર તૈયાર થાય તે પહેલાં બજારમાં નવા ઉત્પાદનો ઠાલવવાની ઉતાવળ કરી શકે છે.

જ્યારે કોઈ ઉત્પાદક પોતાની પહોંચની બહાર ફેલાઈ જાય છે, ત્યારે આખી સંસ્થાની તંત્ર વ્યવસ્થા, બજારલક્ષી પરિણામો, નબળી ગુણવત્તા પ્રતીતિ અને નબળી ગુણવત્તાનો વધારે ખર્ચ જેવી નિષ્ફળતાઓ જોખમશીલ બને છે..

ખરેખર ગુણવત્તા ઉત્પાદન એ કામગીરીને એવી રીતે ડિઝાઇન કરવાનું છે જેથી દરેક વિભાગ સુમેળમાં આગળ વધે. કોઈ એક વિભાગનું વધુ પડતું વિસ્તરણ કરવાને બદલે, ગુણવત્તા ઉત્પાદન આગાહી, તાલીમ અને લોકો, મશીનો અને પ્રક્રિયાઓના સુમેળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પોતાના કવરેજ ક્ષેત્રને પાછળ છોડી દેવાનું ટાળવા માટે, સફળ ઉત્પાદકો સ્પષ્ટ કાર્યકારી ક્ષમતાઓ, સંકલિત પ્રતિભાવ સાંકળ અને પ્રતિક્રિયાશીલ ક્રિયાઓનાં નિવારણ જેવી ઘણી પાયાની વ્યૂહરચનાઓનો ઉપયોગ કરે છે.

ફક્ત નિપજ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, તેઓ સ્પષ્ટ, માપી શકાય તેવાં ગુણવત્તા ધોરણો પ્રસ્થાપિત કરે છે અને નક્કી થયા મુજબના ઉત્પાદન દરને વળગી રહે છે જે સ્થિર ફર્સ્ટ પાસ યિલ્ડ (First Pass Yield (FPY) ) ટકાવારીમાં પરિણમે છે. વધુમાં, ગુણવત્તા ફક્ત લાઇનના અંતે ચોડી નથી દેવાતી, તે વણી લેવાયેલ હોય છે. આંકડાકીય પ્રક્રિયા નિયંત્રણ (leveraging statistical process control SPC) અને રીઅલ-ટાઇમ ડેટાનો ઉપયોગ કરીને, ઉત્પાદકો પહેલેથી માહિતી આપી શકે એવા સૂચકાંકો બનાવે છે જે કવરેજ ટીમ તરીકે કાર્ય કરે છે, અને ખામીયુક્ત ભાગ પ્લાન્ટમાંથી બહાર નીકળે તેના ઘણા પહેલા જ સમસ્યાઓ શોધી કાઢે છે, અને કામગીરીની શોધખોળ અને થાગડથીગડ કરતાં નિવારણને પ્રાથમિકતા આપે છે, સતત પ્રતીતિ કરાવે છે કે સાધન માપાંકન, કર્મચારી તાલીમ અને સલામતી પ્રોટોકોલ માંગ સાથે સુરક્ષિત કક્ષાની સ્થિતિ બની રહે.

ચેમ્પિયનશિપ ફૂટબોલ ટીમ અને સફળ ઉત્પાદન કામગીરી બંને માટે એકરાગ ટીમ દ્વારા અમલવારીની જરૂર રહે છે. ઉત્પાદકે ખાતરી કરવી જોઈએ કે તેના માર્કેટિંગ અને વેચાણ લક્ષ્યો તેની ઉત્પાદન ક્ષમતાઓની વાસ્તવિકતાઓ સાથે સંપૂર્ણ રીતે સુસંગત રહે. તેમની ગુણવત્તા ક્ષમતાઓ સાથે તબક્કાવાર ક્ષમતા વધારીને કરીને, ઉત્પાદકો મોંઘા "માલ - પરત" ટાળી શકે છે અને બજારમાં સ્પર્ધાત્મક, રક્ષણાત્મક સ્થિતિ જાળવી રાખી શકે છે.

ગુણવત્તાના કાર્યક્ષેત્રમાં  આ પરિસ્થિતિ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે તે પ્રક્રિયા ઓડિટિંગ છે.  વિષયમાં વધારે માહિતી મેળવવા માટે They Just Told Me I’m Going to Be the New Internal Auditor – YIKES! (Part 1)જરૂરથી વાંચીએ.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: