Sunday, September 20, 2026

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૪મું - સપ્ટેમ્બર ૨૦૨૬

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના સપ્ટેમ્બર ૨૦૨૬ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ની જગ્યાએ આજના અંકમાં ISO 9001: 2026 સંસ્કરણ - ISO 9001:2026, Quality management systems – Requirements - નું ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ પ્રકાશન થયું છે એટલે એ વિશે થોડી પ્રાથમિક વાત કરીશું..

કેટલાક મહત્વના ફેરફારો:

૧. આબોહવા સંબંધિત બાબતોનો સમાવેશ

૨૦૨૪ના સુધારાને ઔપચારિક રીતે કલમ 4.1માં સામેલ કરવામાં આવેલ છે. હવે, સંસ્થાના સંદર્ભમાં આબોહવા પરિવર્તનને એક પરિબળ તરીકે ધ્યાનમાં લેવું આવશ્યક થયું છે. આ માટેની જરૂરિયાતોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

૨. નેતૃત્વની જવાબદારીઓનો વિસ્તાર

કલમ 5.1.1 હવે સ્પષ્ટપણે માંગ કરે છે કે ટોપ મેનેજમેન્ટ ગુણવત્તાલક્ષી સંસ્કૃતિ અને નીતિપૂર્ણ વર્તનને પ્રોત્સાહન આપે અને તેનું (વ્યવહારમાં) નિદર્શન કરે. ૨૦૨૬નાં નવાં સંસ્કરણમાં આ બાબતોને કેવી રીતે અમલમાં મૂકી શકાય તે અંગેનું નવું માર્ગદર્શન આવરી લેવાયેલ છે.

૩. ગુણવત્તા નીતિમાં ફેરફારો

કલમ 5.2ની જરૂરિયાતોને વધુ સશક્ત બનાવવામાં આવી છે: હવે, ગુણવત્તા નીતિમાં સ્પષ્ટપણે "સંસ્થાના સંદર્ભને ધ્યાનમાં લેવો અને તેની વ્યૂહાત્મક દિશાને સમર્થન આપવું" આવશ્યક બની રહ્યું છે. આમ થવાથી  ગુણવત્તા વ્યવસ્થાપન પ્રણાલી (QMS) અને વ્યવસાયની વ્યૂહરચના વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બની રહેવો જોઈએ.

૪. જોખમ અને તક વ્યવસ્થાપન અંગે સ્પષ્ટતા

ISO 9001નાં 2026ના સંસ્કરણમાં કલમ 6.1ને પેટા-કલમો (6.1.1 - 6.1.3) માં એ રીતે પુનર્ગઠિત કરવામાં આવી છે કે જોખમો/તકો નક્કી કરવા અને તેના માટેની કાર્યવાહીનું આયોજન કરવા વચ્ચે સ્પષ્ટ તફાવત સ્પ્શ્ટપણે સમજવામાં મદદરૂપ બને છે. (આમ થવાથી સ્ટાન્ડર્ડ વાંચવામાં સરળતા રહે છે). પરિશિષ્ટ A (Annex A)માં આ બંને બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

૫. જાગરૂકતા અંગેની જરૂરિયાતોનો વિસ્તાર

કલમ 7.3માં કર્મચારીઓ માટે "ગુણવત્તાલક્ષી સંસ્કૃતિ અને નૈતિક વર્તન"ને સમજવાને લગતી  નવી જાગૃતિને સંબંધિત જરૂરિયાત ઉમેરવામાં આવી છે.


નવાં સંસ્કરણના અમલની અંતિમ સીમા - સપ્ટેમ્બર ૨૦૨૯ 

૨૦૨૧માં કરાયેલાં ​​વપરાશકર્તાના સર્વેક્ષણમાંથી ઉભરતી ટેકનોલોજીઓ (AI, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન), આબોહવા પરિવર્તન પછીથી સમપોષિતા, પુરવઠા સાંકળની સંવર્ધિત સ્થિતિસ્થાપકતા કે સશક્ત સેવા ક્ષેત્રની આવશ્યકતાઓ જેવા ઘણા અપેક્ષિત ફેરફારો ISO 9001:2026 ના સુધારામાં સાકાર થયા નથી. ફરજિયાત Annex SLમાં આવરી લેવાયેલ ઉચ્ચ-સ્તરીય માળખામાં આમૂલ નવીનતા મર્યાદિત સ્તરે થતી જોવા મળે છે. આ સુધારા મુખ્યત્વે ૨૦૧૫ સંસ્કરણના મુખ્ય માળખા, પ્રક્રિયા અભિગમ અને મૂળભૂત આવશ્યકતાઓને જાળવી રાખે છે. આમ, એકંદરે, વાસ્તવિક પ્રગતિનાં સ્તરને દાખલ કરવાને બદલે સંપાદકીય સુધારાઓ અને સ્પષ્ટતાઓ પર ધ્યાન કેન્દ્રિત થયેલું જણાય છે .

વધારાનું વાંચનઃ

Understanding the 2026 Revision of ISO 9001

ISO 9001:2026 – Key Changes & What to Expect in the New QMS Standard


ISO 9001:2026 vs ISO 9001:2015 | What’s Changing? | Complete Comparison


હવે પછીના અંકમાં આપણે સ્થળાંતરશીલતા - તેનું પારિસ્થિતિકી તંત્ર અને ભાવિની ચર્ચા કરીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

Quality Mag માંથી

·       Preparedness in Quality Manufacturing - Darryl Seland - પાયલોટ હો, વ્યાયામ ખેલાડી હો કે પછી ગુણવત્તા વ્યાસાયિક હો, અભ્યાસ બધાને ફળે જ છે.


વ્યાયામવીરો કે બોય સ્કાઉટ્સ ઉપરાંત, આપણને એવાં અન્ય પણ ઘણા વ્યવહારુ ઉદાહરણો મળી શકે છે, જે ખાસ કરીને સામાન્યતઃ, આપણા રોજબરોજનાં જીવનમાં લાગુ કરી શકાય છે. જેમકે જેમાં પહેલો પ્રતિભાવ આપનારાઓ, પાયલટ્સ અને જાહેરમાં વ્યક્તવય આપનારો.. અગ્નિશામકો વારંવાર એક જ પદ્ધતિથી બચાવ પગલાંનો ઉપયોગ કરે છે જેથી જ્યારે ખરેખર એલાર્મ વાગે છે ત્યારે તેઓ ખચકાટ વિના આગળ વધી જઈ શકે છે. ફ્લાઇટ ક્રૂ દરેક ટેકઓફ અને કટોકટી માટે ચેકલિસ્ટનો ઉપયોગ કરે છે, જે સ્પ્લિટ-સેકન્ડ સલામતી માટેનાં પગલાંઓની પસંદગીમાં એક નિશ્ચિત માપદંડ બની રહે છે. જે જાહેર વક્તા પોતાનાં વ્યકતવ્યનો મોટેથી વારંવાર અભ્યાસ કરે છે તેને મુશ્કેલીઓ પેદા કરતા પ્રેક્ષકોના અણિયાળા પ્રશ્નોને સરળતાથી અને સુંદરતાથી હલ કરવામાં આસાની રહે છે.

ગુણવત્તા માટે પણ આ વાત જ સાચી છે. અમારી પાસે જે શ્રેષ્ઠ પ્રથાઓ, ધોરણો અને માર્ગદર્શિકા તેનો હેતુ આપણી ઉત્પાદન પ્રક્રિયાને વારંવાર પુનરાવનક્ષમ કરવાનો છે, જેથી દરેક વખતે સમાન ઉત્પાદન ગુણવત્તા ઉત્પન્ન થાય.


આ વાતને ધ્યાનમાં લેતાં એન્ડી નિકોલ્સના લેખો The 2026 Version of ISO 9001 અને Will the Next ISO 9001 Change Require More Training? જરૂરથી વાંચીએ.

ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: