Wednesday, September 30, 2026

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૪ – મણકો : ૯_૨૦૨૬

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૪ મા સંપુટના મણકા – ૯_૨૦૨૬માં આપનું સ્વાગત છે.

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું  –

Noorjehan: Across Borders - નુર જહાઁની જન્મ શતાબ્દી (૨૧ સપ્ટેમ્બર ૧૯૨૬ - ૨૩ ડીસેમ્બર ૨૦૦૦) પર રાહુલ ભગવાનરાવ મુળી નુર જહાઁના પાકિસ્તાનમાં સ્થાયી થયા પછીનાં ગીતોને યાદ કરે છે. તેમનો સ્વર પાકિસ્તાની ફિલ્મ સંગીતનો આત્મા હતો. પ્રસ્તુત અંહલિ માત્ર તેમની ગાયકીને જે નથી બીરદાવતી પણ તેમના સ્વરે પાકિસ્તાની ફિલ્મ સંગીતને યાદોમાં કાયમ કર્યું અને સુરાવલીઓને ઇતિહાસમાં કંડારી દીધી તેને પણ યાદ કરે છે.

Gulzar made his name in Mumbai, but Punjab never left him - Nirupama Kotru – ગુલઝારના ૯૨મા જન્મ દિવસે તેમનાં ફિલ્મો માટે લખાયેલાં ગીતોમાં પંજાબીયતની ટુંકી સફર રજુ કરવામાં આવી છે.

Bhairav se Bhairavi, Asha ke saath - આશા ભોસલેના ૯૩મા જન્મ દિવસે (૮ સપ્ટેમ્બર ૧૯૩૩ - ૧૨ એપ્રિલ ૨૦૨૬) અશ્વિન ભંડારકર આશા ભોસલેનાં પરોઢના રાગ ભૈરવથી માંડીને મધ્ય રાત્રીએ ગવાતા રાગો સુધીના રાગોને આવરી લેતાં ૨૦ ગીતોની યાદીની પુર્ણાહુતિ રાગ ભૈરવીથી કરે છે.

Asha Bhosle – Born Anew - गो नी दांडेकर તરીકે જાણીતા મરાઠી લેખકે આશા ભોસલે માટે કહ્યું છે કે, બહારથીતેઓ ભલે શાંત હરિયાળાં મેદાનો જેવાં લાગે પણ તેઓ હતાં જ્વાળામુખી. એમણે ગાયેલાં ટાયલાં ગીતોથી તેમની પ્રતિભાને આંકવી ન જોઈએ.

Asha – Rafi Duets – Part 1 માં ૧૯૫૪ સુધી, Part 2 માં ૧૯૫૭ થી ૧૯૬૦ સુધી, Part 3 માં ૧૯૬૧ થી ૧૯૬૫ સુધી, Part 4 માં ૧૯૬૬થી ૧૯૭૦ સુધી અને Part 5 માં ૧૯૭૦ પછીનાં યુગલ ગીતો યાદ કરાયાં છે.

.વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૧૧મા સંસ્કરણના સપ્ટેમ્બર ૨૦૨૬ના અંકમાં હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો - ૧૯૬૫ - ભાગ ૧ નાં ગીતો સાંભળ્યાં. અત્યાર સુધી, આપણે

૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,

૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯,

૨૦૨૦માં વર્ષ ૧૯૬૦-૧૯૬૧નાં

૨૦૨૧માં વર્ષ ૧૯૬૨નાં,

૨૦૨૨માં વર્ષ ૧૯૬૩નાં,

૨૦૨૩માં ૧૯૬૪ના ભાગ ૧ નાં,

૨૦૨૪માં ૧૯૬૪ના ભાગ ૨ નાં અને

૨૦૨૫માં ૧૯૬૩ના ભાગ ૩   

ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –

Au Revoir & Reunion Songs - આમ તો a post on adieu solos  સાથે આ પોસ્ટનો સંબંધ ઘાતો ગણાય, પણ આ યાદીનાં ગીતોમાં વધારે ભાર ફરી મળવા ઉપર છે. કેટલાં ગીતોમાં તો બહુ લાંબા સમય પછી મળવાની વાત છે.  આ ગીતોમાં પુનર્જન્મ કે શાશ્વત પ્રેમની વાત નથી. ફરીથી મળવાના વાયદા પણ નથી. આશ્ચર્યની વાત એ છે કે દરેક ગીતનો ભાવ સલગ અલગ છે. તે ઉંડા વિચારને લગતો, મળવાના અનેરા આનંદનો કે પછી કટાક્ષમય પણ છે.

The Dilbar Chant – Dilbar Dil Se Pyare – Caravan -  Habanera, Carmen (1857)તરીકે જાણીતાં ગીતનું આકર્ષણ સાદ અને પ્રતિસાદ છે.  કારમેન ગીતમાં સાદ આપે છે અને મહેફિલમાં ભાગ લેતાં લોકો L’amour, L’amour  એમ પ્રતિસાદ આપે છે. સાદ અને પ્રતિસાદ આમ મંત્રઘોષનું ગુંજન બની રહે છે. સાદ અને પ્રતિસાદની આ ગતિમયતાને રાહુલ દેવ બર્મને કારવાં  ફિલ્મનાં ગીત દિલબર દિલસે પ્યારે માં હાં દિલબર પર ઘુંટેલ છે.  

Songs that end a film: Ten Favourites એવાં આખે આખાં ગીતો છે જેના પર ફિલ્મ પુરી થાય છે. આ ગીતોની સરખામણી, ફિલ્મની શરૂઆતનાં ટાઈટલ્સમાં વાગતાં આખાં the credit title  ગીત સાથે કરી શકાય .

My Favourites: Songs of Warnings and Foreboding, એવાં ગીતો છે જે પ્રેમી, મિત્ર, અજાણ્યાં, કે કોઈક વાર તો દર્શકોને આગળ જતાં કળણ છે કે જે દેખાય છે તેવું છે નહીં એવી આવનારી મુસીબતનાં એંધાણ કરાવે છે. 

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ:

સપ્ટેમ્બર ૨૦૨૬માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

બીરેન કોઠારી હાસ્યથી મોંને ભરી દેતી પેરડીની પ્રસાદી રૂપે ગીતશૃંખલા (મેડલી)ની લેખમાળા માં એક દિલ મેરા, એક દિલ મેરા રજૂ કરી રહ્યા છે

દિપક સોલીયાની શ્રેણી 'ધિક્કારનાં ગીતો' માં અબ આગે જો ભી હો અંજામ દેખા જાયેગા માં એવાં ગીતની વાત માડે છે જેમાં આત્મદયા એ માણસની આંતરિક સમસ્યા છે. પરંતુ એમાં બીજાનો વાંક કાઢવાનો કોઈ મતલબ નથી.

દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ‘ભારત એક ખોજ’ના છ્ઠ્ઠા મણકામાં રામાયણ નાં કથાનકની રજૂઆતમાં સંગીતને શી રીતે વણી લેવાયું છે તે રજૂ થાય છે.

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવમાં  સુમન કલ્યાણપુરને અંજલિ રૂપે મોહમ્મદ રફી સાથેનાં તેમનાં ૧૪૦ + યુગલ ગીતોમાંથી  જાણીતાં, પણ થોડાં યાદ કરવાં પડે એવાં પાંચ યુગલ ગીતો વર્ષ ૨૦૨૬ના હવે પછીના દરેક અંકમાં યાદ કરવાનું આયોજન કરેલ છે –

તુઝે દેખા તુઝે પૂજા મૈને - છોટી સી મુલાક઼ાત (૧૯૬૭) - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન


દિલ એ બેતાબ કો સીને સે લગાના હોગા - પાલકી (૧૯૬૭) - ગીતકારઃ શકીલ બદાયુની - સંગીતઃ નૌશાદ 


પ્યાર કિયા હૈ તો યે પ્યાર નિભાના - પ્યાર કી બાઝી (૧૯૬૭) - ગીતકારઃ અખ્તર રોમાની - સંગીતઃ જિમ્મી 

સપના દેખા રાત કી જૈસે તુ હૈ - રાત અંધેરી થી (૧૯૬૭)  - ગીતકારઃ અખ્તર રોમાની - સંગીતઃ ઉષા ખન્ના


વિધિને દેખો વિરહ કા કૈસા ખેલ - રામ રાજ્ય (૧૯૬૭) - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીતઃ વસંત દેસાઈ

મોહમ્મદ રફીનું સોલો સંસ્કરણ 

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૬માં આપણે ઓ પી નય્યર રચિત  મોહમ્મદ રફીનાં યુગલ ગીતો યાદ કરીશું. હમણાં મોહમ્મદ રફીએ આશા ભોસલે સાથે ગાયેલાં ઓ પી નય્યર નાં યુગલ ગીતો સાંભળી રહ્યાં છીએ. ......

દિવાના હુઆ બાદલ - કાશ્મીર કી કલી (૧૯૬૪)  - ગીતકારઃ એસ એચ બિહારી


હાયે રે હાયે મેરે હાથમેં તેરા હાથ - કાશ્મીર કી કલી (૧૯૬૪)  - ગીતકારઃ એસ એચ બિહારી


ઈશારોં ઈશારોંમેં દિલ લેનેવાલે બતા યે હુનર તુને સીખા કહાં સે - કાશ્મીર કી કલી (૧૯૬૪)  - ગીતકારઃ એસ એચ બિહારી 



હાંજી હાંજી હાંજી અરે હાંજી બાબા મેરે સનમ સે મેરે મિલને કા કિયા થા વાદા - મેરે સનમ (૧૯૬૫) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી 


હમને તો દિલકો આપકે કદમોં પે રખ દિયા - મેરે સનમ (૧૯૬૫) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી



રોકા કઈ બાર મૈને દિલકી ઉમંગકો - મેરે સનમ (૧૯૬૫) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: