Sunday, October 18, 2026

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૪મું - ઓક્ટોબર ૨૦૨૬

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના ઓક્ટોબર ૨૦૨૬ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૪માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ' ની અં ચર્ચા તરફ પાછા ફરીશું. આપણે હવે સ્થળાંતરશીલતા -  તેનું પારિસ્થિતિકી તંત્ર અને ભાવિ વિશે થોડી વાત કરીશું. આજના અંકમાં આપણે સ્થળાંતરશીલતાને લગતી કેટલીક મૂળભુત બાબતોની ટૂંકમાં ચર્ચા કરીશું.

શબ્દકોશમાં સ્થળાંતરશીલતાના આટલા અર્થ જોવા મળે છે - 

·       હલનચલન કરવાની ક્ષમતા; હિલચાલ કરી શકવાની  ક્ષમતા. [૧૫મી સદીથી.]

·       (હવે મુખ્યત્વે સાહિત્યિક સંદર્ભમાં) અચાનક બદલાવ આવવાની વૃત્તિ; પરિવર્તનશીલતા, પરિવર્તનક્ષમતા. [૧૬મી સદીથી.]

·       (લશ્કરી સંદર્ભમાં) લશ્કરી ટુકડીની નવી જગ્યાએ જવાની કે તેને ત્યાં પહોંચાડવાની ક્ષમતા. [૧૮મી સદીથી.]

·       (મુખ્યત્વે ભૌતિકશાસ્ત્રમાં) પ્રવાહી કે વાયુના કણો કેટલી માત્રામાં ગતિશીલ છે તે દર્શાવતું માપ. [૧૯મી સદીથી.]

·       (મુખ્યત્વે સમાજશાસ્ત્રમાં) લોકોની વિવિધ સામાજિક સ્તરો કે વ્યવસાયો વચ્ચે સ્થળાંતર કરવાની ક્ષમતા. [૧૯મી સદીથી.]

અહીં આપણે સ્થળંતરશીલતાના જૈવિક, લશ્કરી, ભૌતિકશાસ્ત્રીય, સાહિત્યિક કે વાહનવ્યવહાર (વ્યવસ્થાપન) સંબંધિત ખ્યાલોને ધ્યાનમાં નહીં લઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે ઉદ્યોગો પર 'સ્થળાંતરશીલતા'ની સામાજિક અસર અને ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમ દ્વારા ગુણવત્તા સંચાલન પર સ્થળાંતરશીલતાની અસર વિશે ચર્ચા કરીશું.

સ્થળાંતરશીલતાની સામાજિક અસરો

૧૯૧૬નાં અમેરિકાનાં એક સામયિકની પાછળ એક વ્યાવસાયિક શાળાની જાહેરાતનું ચિત્ર. શિક્ષણને સામાજિક ગતિશીલતાની ચાવી તરીકે જોવામાં આવે છે અને આ જાહેરાત સ્વ-સુધારણાની શક્યતામાં અમેરિકનોના વિશ્વાસને અપીલ કરે છે, તેમજ ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન અસ્તિત્વમાં રહેલી આવકની મોટી અસમાનતામાં નીચે તરફ ગતિશીલતાના પરિણામોને જોખમો બાબતે ધમકી આપે છે. [1] 

સ્થાળાંતર માટે હજારો વર્ષો સુધી ચાલવા પર કે ઘોડાઓ કે પવન પર આધાર રાખ્યા પછી ઔદ્યોગિક ક્રાંતિએ ઉર્જાના જથ્થાની મોટે પાયે શક્ય બનાવેલ ઉપલબ્ધીતાનો ઉપયોગ કરીને સ્થાળાંતરશીલતામાં કદિ ન હતા એવી સંભાવનોને મૂર્ત કરી શકાઈ. ટેક્નોલોજિના આ તબક્ક્કાવાર વિકાસને મહદ્‍ અંશે ટેક્નોલોજિ મોજાંઓ અને તેને કારણે શકય બનતી ક્ષમતાઓને આ રીતે સદર્ભગત કરીને જોવામાં આવે છે[2] -  



વધારાનું વાંચનઃ

‘Transportation and Mobility Modes’ પરિવહન પદ્ધતિઓની વ્યાખ્યા અને મુખ્યત્વે મુસાફરોને સેવા આપે છે કે માલસામાનની હેરફેર જેવાં વર્ગીકરણ કરીને પરિચય આપે છે, અને પરિવહન માટે વિવિધ પ્રકારો કે આંતર્‍પ્રકારોના દૃષ્ટિકોણોનો ખ્યાલોની અભિગમોની તપાસ કરે છે.

Social Mobility - કોઈ વ્યક્તિના એક સામાજિક દરજ્જામાંથી બીજા સામાજિક દરજ્જામાં થતું પરિવર્તન

The Economic Returns of a National Transportation Infrastructure Initiative



હવે પછીના અંકમાં આપણે સ્થળાંતરશીલતા -  તેનું પારિસ્થિતિકી તંત્ર અને ભાવિની ચર્ચાચાલુ.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ:

·       All Things Quality: An ASQ Podcast -The Next Era of Quality – A 5 Dimensional Model

Quality Mag માંથી

Defensive Indifference - Darryl Seland - શું તે વ્યૂહરચના છે કે હાર માની લેવી છે? જ્યારે રમતગમતની આ માનસિકતા ઉદ્યોગની જમીની વાસ્તવિકતા પર  છવાઇ જાય છે ત્યારે શું થાય છે.

ગુણવત્તામાં રક્ષણાત્મક ઉદાસીનતા  છૂપા પ્રપંચ જેવું વલણ છે જે ઠંડે કલેજે ઉત્પાદનનાં વાતાવરણને બરબાદ કરી શકે છે. ઉત્પાદન ક્ષેત્રમાં, નજર અંદાજ કરવાનું પસંદ કરવું એ ક્યારેય હાનિકારક વ્યૂહાત્મક પસંદગી નહીં પણ તકેદારીમાં ભંગાણ દર્શાવે છે.

ગુણવત્તા એ સ્થાયી અંતિમ ગંતવ્ય નથી; તે એક સક્રિય, વિકસિત શિસ્તબદ્ધ પ્રણાલી છે. લેખક જોન સી. મેક્સવેલે નોંધે ચે તેમ પરિવર્તન "અનિવાર્ય" છે, અને ગ્રીક ફિલસૂફ હેરાક્લિટસનું બહુખ્યાત કથન કહે છે તેમ "પરિવર્તન સિવાય કંઈ કાયમી નથી." ઉત્પાદન પ્રણાલીના મૂળમાં જો ઉદાસીનતા ઘર કરવા લાગે તો તે અચૂકપણે ધારાધોરણોની ધીમા અધોગતિ તરફ વળી શકે છે.
રક્ષણાત્મક ઉદાસીનતાનો વાસ્તવિક ભય એ છે કે તે પ્રણાલીગત નબળાઈઓને ઢાંકી દે છે. જ્યારે કોઈ ગંભીર નિષ્ફળતા થાય છે, ત્યારે મૂળ કારણ ભાગ્યે જ કોઇ એકલદોકલ, આપત્તિજનક ભૂલ હોય છે.

દરેક વિસંગતતા માહિતી સામગ્રી છે. દરેક સ્વાભાવિક ભિન્નતા એ પ્રક્રિયાને વધારે પ્રસ્તુત, વધારે સુઘડ, વધારે ચુસ્ત અને સંપૂર્ણ બનાવવાની તક છે.

આપણે નજર અંદાજ કરવાની લાલચને વિકસવા ન દેવી જોઈએ. ગુણવત્તા માનસિકતા માટે સતત એકરાગ,  નાની ખામીઓને ન સ્વીકારવાનો આદત અને દરેક બાબત પર પરિપૂર્ણતા માટે અડગ પ્રતિબદ્ધતાની આવશ્યકતા રહે છે.

આ ચર્ચાને ધ્યાનમાં લઈને “Behind the Standard: What Quality Professionals Don’t See Before Regulation Becomes Law” જરૂરથી વાંચીએ, જેથી આવશ્યકતાઓ શામાટે હોવી જરૂરી છે તે સમજી શકાય અને તેને પરિણામે તેમના અમલ અંગેના નિર્ણયો આવશ્યકતાના હાર્દ ને અનુસારના બની શકે અને  નિયમનકારી પગલામોના અમલને વધારે સશક્ત રીતે ઉચિત કરી શકાય.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - માપદંડોનાં ધોરણો ઊંચાં લઈ જઈએ’ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: