Friday, October 31, 2025

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૩ – મણકો : ૧૦_૨૦૨૫

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૩ મા સંપુટના મણકા - ૧૦_૨૦૨૫માં આપનું સ્વાગત છે.

Not just V Shantaram’s wife, Sandhya was his artistic equal. She made his films timeless -  Sakshi Mehra - નૃત્ય આલેખન હોય, કે નવી પ્રતિભાઓને નિખારવી હોય કે પછી પાત્રને ઊઠાવ આપવો હોય, વ્હી. શાંતારામની ફિલ્મોનાં પોતમાં સંધ્યાની આગવી છાપ રહેતી. 'સંધ્યાનાં કામની વાત કરવી એટલે અનોખાં સૌંદર્ય અને શાંત શક્તિની વાત માંડવી.'

RIP, Sandhya, one of my absolute favorite actress-dancers – whom I wrote about very extensively (for good reason) for many years in this blog - તેઓ બહુ મોહક હતાં કેમકે સૌંદર્યના કોઈપણ પરંપરાગત માપદંડમાં તેઓ બંધબેસતાં નહોતાં (સારી કે કડવી એવી દરેક ચર્ચાઓ એમને વિશે વર્ષોથી થતી રહી છે). તેમની આંખોનું આગવું સૌંદર્ય હતું અને ભાવ મુદ્રાઓ મોહક હતી. 

પાંચ દાયકાઓ અને ૩૦૦થી વધારે ફિલ્મોના અનુભવી (Govardhan) Asrani, best known for his turn as the eccentric jailor in Sholay, લાંબી બીમારી પછી ૨૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ દેહાવસાન થયા.. This playlist of Asrani’s FTII films માં અસરાનીના અભિનય પર ઘડનારાં કેટલાંક પ્રભાવી વ્યક્તિત્વોનાં કાર્યની ઝાંખી જોઈ શકાય છે..

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  

Star of Bollywood’s Golden Era died penniless due to flamboyant lifestyle - જુસ્સાદાર મુખ્ય અભિનેતા, મોહક ચરિત્ર પાત્રો અને ખતરનાક વિલનની વિવિધ ભૂમિકાઓથી ૬૦ થી  વધુ ફિલ્મોમાં છવાઈ ગયેલા મોતીલાલ હિંદી સિનેમા પર અમીટ કહી શકાય એવી છાપ છોડી ગયા. તેમની આગવી લોકચાહના છતાં, તેમના અંતિમ દિવસો ગરીબીમાં અને નોંધ લેવાયા વિનાના ગયા.

the year-wise review of Lata Mangeshkar’s career,  પરની શ્રેણીમાં મહેફિલમેં તેરી હવે 1965 – Lata Mangeshkar માં લતા મંગેશકરે વર્ષ ૧૯૬૫માં ગાયેલાં કેટલાંક ગીતોને યાદ કર્યાં છે.

Cover to Cover: The Bachchan Journey - હિંદી ફિલ્મોના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન ૮૩મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે લેખક, ઈતિહાસકાર અને સંગ્રાહક  SMM Ausaja ફિલ્મ સામયિકોનાં મુખ પૃષ્ઠો પર છવાયેલી ની તેમની અભિનય સફરને રજૂ કરે છે. 

બહુખ્યાત સિનેમૅટોગ્રાફર અશોક મહેતાની બચ્ચન પરિવારની એક વિરલ પોર્ટ્રેટ તસવીર

The Dancers of Hindi Cinema’ શ્રેણીમાં Remembering the vivacious and graceful dancer, Madhumati - ૩૦ મે ૧૯૪૧ના રોજ મધુમતી (મૂળ નામઃ હુતોક્ષી રિપોર્ટર) પારસી પરિવારમાં થયો હતો. તેમના ભાઈ, પિલુ રિપોર્ટર, ક્રિકેટના અમ્પાયર તરીકે વિખ્યાત છે. 

Songs in/of Tea Gardens – Two Leaves & a Bud[1] - Assam Tea ૨૦૦ વર્ષનું સીમાચિહ્ન પાર કર્યું. એ પ્રસંગે ચાના છોડને પ્રાધાન્ય આપતાં, મોટા ભાગનાં રોમેન્ટીક, ગીતો અહીં યાદ કરાયાં છે.

Kishore Kumar sings for O P Nayyar   પી નય્યરની જન્મ શતાબ્દી અને કિશોર કુમારની ૩૮મી પુણ્યતિથીએ કિશોર કુમારે ગાયેલાં પી નય્યરનાં કેટલાંક ગીતો.

Lata Mangeshkar’s best songs by RD Burman - આર ડી બર્મનનાં લતા મંગેશકરનાં શ્રેષ્ઠ ગીતો દ્વારા લતા મંગેશકર (૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ - ફેબ્રુઆરી ૨૦૦૬) ને તેમની ૯૬મી જન્મ જયંતિએ સ્મરણાંજલિ 

પ્રીતિ સાગરનાં 'માય હાર્ટ ઈઝ બિટીંગ'ને ૫૦ વર્ષ પુરાં થયાં નિમિત્તે કોને કહું દિલની વાત () માં બીરેન કોઠારી પ્રીતિ સાગરનાં અન્ય  ભાષાઓનાં ગીતોની ઝલક રજૂ કરે છે.

The trio that changed the Hindi film music scene – RD Burman, Kishore Kumar and Rajesh Khanna -  કિશોર કુમારની ૩૮મી પુણ્યતિથિ (૧૩ ઓક્ટોબર) ની અંજલિ રૂપે આર ડી બર્મને સ્વરબદ્ધ કરેલાં અને રાજેશ ખન્ના (મૂળ નામઃ જતીન ખન્ના - ૨૯ ડિસેમ્બર ૧૯૪૨ - ૧૮ જુલાઈ ૨૦૧૨) પર ફિલ્માવાયેલાં કેટલાંક ગીતો. 

આર ડી બર્મનનાં સંગીતમાં વાદ્યવૃંદના સ્વરતંતુઓના ધ્યાનાકર્ષક ધ્વનિ પ્રયોગો- તાલ વાદ્યો અને તંતુ વાદ્યો, ફૂંક વાદ્યોના પ્રયોગો પછી આ શ્રેણીનો આ ચોથો અને છેલ્લો લેખ છે. આર ડી બર્મનનાં વાદ્યવૃંદના સ્વરતંતુઓના ધ્યાનાકર્ષક પ્રયોગો પર ક્લિક કરવાથી   આર ડી બર્મનનાં સંગીતમાં વાદ્યવૃંદના તાલ વાદ્યોતંતુ વાદ્યોફૂંક વાદ્યો અને સ્વરતંતુઓના ધ્વનિ પ્રયોગોના ચાર મણકા એક સાથે વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.

ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

·       After near-death experience, Amitabh Bachchan was reborn as a Batman-coded superhero ‘Supremo’ in 1980s comic book - ૧૧ ઓક્ટોબર્ના અમિતાભ બચ્ચનના જન્મ દિવસે તેમના ૮૩મા વર્ષના પ્રવેશ નિમિત્તે કૉમિક બુકમાં સુપ્રીમો તરીકેની ભૂમિકાને યાદ કરીએ. 

ગુન્હાખોરી સામે લડતા '૮૦ના દાયકાના સુપર હીરો, સુપ્રીમો. (Photo: India Book House)

·       Smita Patil was uncomfortable dancing in the rain with Amitabh Bachchan, ‘hurt’ when Yash Chopra rejected her: ‘That will be my end’ - સ્મિતા પાટીલ મુખ્ય પ્રવાહની વાણિજ્યિક 'મસાલા' ફિલ્મો અને સમાંતર 'કળા' ફિલ્મો વચ્ચે સંતુલન જાળવવા મથતાં રહ્યાં. તેમની સફરને ફિલ્મ ઉદ્યોગની ગળાંકાપ સ્પર્ધાની દુનિયાએ ણી મુશ્કેલ બનાવી દીધી હતી.

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૧૦મા સંસ્કરણના ઓક્ટોબર  ૨૦૨૫ના અંકમાં શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ - ૧૯૫૯ ભાગ ૧ ને યાદ કર્યાં. સપ્ટેમ્બર મહિનામાંદર વર્ષે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોને યાદ કરવાનો (જ) છે. અને એ ઉદ્દેશ્યને જ કેન્દ્રમાં રાખીને  અત્યાર સુધીઆપણે

૨૦૧૮ માં ૧૯૪૯-૧૯૫૩

૨૦૧૯ માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)

૨૦૨૦ માં ૧૯૫૪

૨૦૨૧માં ૧૯૫૫ અને ૧૯૫૬ (આંશિક)

૨૦૨૨માં ૧૯૫૬ (આંશિક - ૨) 

૨૦૨૩માં ૧૯૫૬ (૩), અને

૨૦૨૪માં ૧૯૫૭ - ૧૯૫૮

ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

It’s All About Context: Ten Songs - મોટા ભાગનાં ગીતોમાં પરદા પર જે ભજવાઈ રહ્યું હોય તે ગીતમાં હોય છે. જોકે, અમુક વખતે એવું નથી બનતું. અમુક ગીતોના બોલ કે તેનું ફિલ્માંકન થાપ ખવડાવી દે છે. જો સંદર્ભ ખબર ન હોય તો ફિલ્મમાં જે કારણસર ગીત મુકાયું હોય તેના કરતાં ભળતો અર્થ કાઢી બેસી શકાય. 

Book Review: Forgotten Artists of Early Cinema and The Same Name Confusion Book 4

Author: Arunkumar Deshmukh
Publisher: Professor toofaani publishers, East Lansing, MI, USA
Price (Pothi.com): ₹675 plus shipping (Paperback)
Copyright: © Arunkumar Deshmukh
Pages: 227

Faiz Ahmed Faiz’s daughter comes to terms with his self-exile to Beirut, - સ્મરણકથા ‘Enter Stage Left’, - Salima Hashmi with Maryam Hasan માંથી.


Metropolitan Cities in India: Ten Songs માં ભારતનાં મહાનગરો , ટીયર - , શહેરોને બોલમાં આવરી લેતાં ગીતો રજૂ કરાયાં છે.

Songs featuring the Jal Tarang on screen - જોકે દાસી, ૧૯૮૧નાં ગીત પલકન સે મગ જ઼ારૂં  ( રવિન્દ્ર જૈન - ગીતકારઃ આનંદ બક્ષી - સંગીત - રવિન્દ્ર જૈન) માં જલ તંરગ નથી વપરાયું.

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ:

ઓક્ટોબર ૨૦૨૫માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

કોમેડી ગીતોजहाँ चार यार मिल जायें ,वहीं रात हो गुलज़ार

ફિલસુફીભર્યાં ગીતો૪૦जीना है तो हंस के जियो

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં એક સાલ (૧૯૫૭) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

દિપક સોલીયા 'ધિક્કારનાં ગીતો' માં શોધીએ સુખ, મળે દુઃખ! રજૂ કરે છે.

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૫માં આપણે ઓ પી નય્યર રચિત  મોહમ્મદ રફીનાં યુગલ ગીતો યાદ કરી રહ્યાં છીએ. આજે મોહમ્મદ રફીએ આશા ભોસલે સાથે ગાયેલાં ઓ પી નય્યર નાં યુગલ ગીતો સાંભળીશું. ......

અગર બાબુ દિલ પર હૈ કાબુ - મુસાફિર ખાના (૧૯૫૫) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી 


બોલ રે મુન્ના - સબ સે બડા રૂપૈયા (૧૯૫૫) - ગીતકારઃ પ્યારે લાલ સંતોષી 


ચલે હો કહાં કર કે જી બેક઼રાર - ભાગમ ભાગ(૧૯૫૬) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી

 

હમેં કોઈ ગ઼મ હૈ તુમ્હેં કોઈ ગ઼મ હૈ - ભાગમ ભાગ(૧૯૫૬) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી 



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.


[1] Mulk Raj Anand’s Two Leaves and a Bud (1937)

No comments: