Friday, July 31, 2026

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૪ – મણકો : ૭_૨૦૨૬

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૪ મા સંપુટના મણકા - _૨૦૨૬માં આપનું સ્વાગત છે.


S. Janaki who had the voice for every human emotion ૧૧ જુલાઇ ૨૦૨૬ના રોજ દેહવિલય પામ્યાં.

The Legends: S Janaki, તેઓ ૮૮ વર્ષનાં હતાં. તેમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે દક્ષિણ ભારતની ચાર ભાષાઓની ફિલ્મોમાં રહ્યું. તેમણે હિંદી ફિલ્મો માટે પણ થોડાં ગીતો ગાયાં. તે સિવાય અન્ય ભાષાઓમાં પણ તેમણે ગીતો ગાયાં છે.

The Voice Beyond Borders: A Hindi Music Lover’s Tribute to S. Janaki - Bal Krishn Birla - હિંદી સિનેમા માટે તેમણે '૮૦ના દાયકામાં કેટલાંક બહુખ્યાત બનેલાં ગીતો ગાયાં.

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું –

Mehfil Completes 9 Years! – આપણે પણ ઉજવણીમાં જોડાઈએ.

Bittersweet Sixteen – Hum Toh Khelat Rahni – Ganga Maiyya Tohe Piyari Chadhaibo - A ‘sort of nautanki’ song by Suman Kalyanpur, જે હેલન પર ફિલ્માવાયું છે.

Remembering Suman Kalyanpur – 1 પછીથી Remembering Suman Kalyanpur – 2, Remembering Suman Kalyanpur – 3 અને Remembering Suman Kalyanpur – 4.

On birth anniversary of Guru Duttsahab it can be said Rafisahab gave best combination with him.

આશા ભોસલેનું અન્ય સ્ત્રી ગાયિકા સાથેનું સૌ પ્રથમ યુગલ ગીત: ૧૯૫૮ થી ૧૯૭૦ - ૧૯૫૪ થી ૧૯૫૭ અને ૧૯૪૯ – ૧૯૫૩ થી આગળ વધે છે.

Bimal Roy’s ‘Do Bigha Zamin’ and the never-ending race against poverty - Nandini Ramnath - રોજંદારી કામદાર, બાંધકામોની સાઈટ પર કામ કરતો મજૂર કે ગિગ કર્મચારીના રૂપે બલરાજ સાહનીનો શમ્ભુ આજે પણ આપણી વચ્ચે વસે છે.

Bimal Roy: Why He’s Evergreen - Ratnottama Sengupta તેમની ફિલ્મોમાં માનવતા, વાસ્તવિકતા અને સિનેમા પ્રત્યેની તેમની અલગ જ દૃષ્ટિને યાદ કરીને તેમણે ભારતીય સિનેમાનાં કલેવરને જે અલદ સ્વરૂપ બક્ષ્યું અને તેમ કરીને દર્શકોની અને સિનેમા સર્જકોની એક નવી પેઢીને પ્રેરી એ બિમલ રોયના અવિસ્મરણીય વારસાને યાદ કરે છે

.વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૧૧મા સંસ્કરણના જુલાઈ ૨૦૨૬ના અંકમાં સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત: ત્રીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૫૪ - ૧૯૫૮: વર્ષ ૧૯૫૪ [૨] ને યાદ કરેલ છે. અત્યાર સુધી આપણે

૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને ૨૦૨૧માં,

૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડને ૨૦૨૨ થી ૨૦૨૫માં

૧૯૫૪ – ૧૯૫૯ના ત્રીજા પંચવર્ષીય સમયખંડનાં વર્ષ ૧૯૫૪ના પહેલા ભાગનાં ગીતો ડિસેમ્બર ૨૦૨૫ માં

યાદ કરેલ છે.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –

Songs of Weekdays and Months માં (મોટા ભાગે રોમેન્ટીક) ગીતોમાં અઠવાડીયાના કોઈ દિવસ કે મહિનાનો ઊલ્લેખ સાંભળવા મળે છે, જેમકે મૈને કહા થા આના સન્ડેકો - ઉસ્તાદોંકે ઉસ્તાદ (૧૯૬૩) - આશા ભોસલે, મોહમ્મદ રફી - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ રવિ

Ten of my favourite workplace songs એવાં ગીતો છે જેમાં નાણાનું વળતર ન મળતું એવું housework નહીં પણ જે કામ માટે નાણા મળે એવાં કામો કરાતાં જોવા મળે છે.

Ravi: His Tunes Were Characterised by Simplicity – Manek Premchand - Deepa - Soulfully Yours: Ravi, માં ૪૦૦ થી વધુ પાનામાં રવિનાં કેટલા એવાં ગીતો યાદ કરાયાં છે જેમના માટે તેમની થવી જોઈએ એટલી સરાહના ન થઈ..
પુસ્તક અહીંથી ખરીદી શકાય છે - https://www.bluepencilpublishers.com/book/soulfully-yours-ravi/

સોંગ્સ ઑફ યોરની સમીક્ષા, Best Songs of 1956 – Wrap Up 3 માં લતા મંગેશકર સિવાયનાં અન્ય ગાયિકાનાં ગીતો માંથી ગીતા દત્તનું અય દિલ મુઝે બતા દે તુ કિસ પે આયા ગયા હૈ (ભાઈ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ મદન મોહન) વર્ષ ૧૯૫૬નું અન્ય ગાયિકાઓનાં શ્રેષ્ઠ ગીત તરીકે પસંદ કરાયું છે.

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ:

જુલાઈ ૨૦૨૬માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

બીરેન કોઠારી હાસ્યથી મોંને ભરી દેતી પેરડીની પ્રસાદી રૂપે ગીતશૃંખલા (મેડલી)ની નવી લેખમાળા માં છિલના તેરા કામ, ખાના મેરી શાનરજૂ કરી રહ્યા છે

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને તાલવાદ્યો (૯) – ખોલ ને લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..

દિપક સોલીયાની શ્રેણી 'ધિક્કારનાં ગીતો' માં જલે મોરા મનવા, જલે મોરા મનવા વિષય હેઠળ હમેં સ્ત્રી દિલથી વાત કરે, પુરુષ દિમાગથી. અભિવ્યક્તિના મામલે સ્ત્રી ખુલ્લી હોય, પુરુષ મીંઢો હોય એ પ્રમેય સિદ્ધ કરવા ફરીથી તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે, મગર જી નહીં સકતે તુમ્હારે બિના - કિશોર કુમાર અને પરવીન સુલ્તાના ના સ્વરમાં - નો સંદર્ભ લે છે. તેઓ બતાવે છે કે પુરુષ જલનની વાત કરે છે ત્યારે રૉમેન્ટિક લાગે છે, જ્યારે સ્ત્રી જલનની વાત કરે છે ત્યારે એવું લાગે જાણે જલન નામની લાગણી એક સૂરનું રૂપ ધારણ કરીને વ્યક્ત થઈ રહી છે.. ….

દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ‘ભારત એક ખોજ’ના ચોથા મણકામાં વર્ણવ્યવસ્થાની શુરૂઆત માં સંગીતને શી રીતે વણી લેવાયું છે તે રજૂ થાય છે.

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવમાં સુમન કલ્યાણપુરને અંજલિ રૂપે મોહમ્મદ રફી સાથેનાં તેમનાં ૧૪૦ + યુગલ ગીતોમાંથી જાણીતાં, પણ થોડાં યાદ કરવાં પડે એવાં પાંચ યુગલ ગીતો વર્ષ ૨૦૨૬ના હવે પછીના દરેક અંકમાં યાદ કરવાનું આયોજન કરેલ છે -

બહુત હસીં હૈ તુમ્હારી આંખેં કહો તો ઇન સે પ્યાર કર લું - આધી રાત કે બાદ (૧૯૬૫) - ગીતકારઃ પ્રેમ ધવન - સંગીતઃ ચિત્રગુપ્ત

મૈને અય જાન એ વફા તુમસે મોહબ્બ્ત કી હૈ , જાન ક્યા ચીઝ હૈ ઈમાન ભી લે શકતી હો - બેદાગ (૧૯૬૫) - ગીતકારઃ શકીલ બદાયુની - સંગીતઃ રોશન

ઐસે તો ન અદેખો કે બહ્ક જાયેં કહીં હમ, આખિર કોઈક ઇંસાં હૈ ફરિશ્તા નહીં હમ - ભીગી રાત (૧૯૬૫) - ગીતકારઃ મહરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ રોશન

તુમ્હે દિલ સે ચાહા તુમ્હે દિલ દિયા હૈ યે વાદા કરો કે ભુલા તો ન દોગે - ચંદા ઔર સુરજ (૧૯૬૫) - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ સલીલ ચૌધરી

એક સપેરા એક લુટેરા .. આતે જાતે રોકે મુઝે છેડે - એક સપેરા એક લુટેરા (૧૯૬૫) - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ ઉષા ખન્ના

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૬માં આપણે ઓ પી નય્યર રચિત મોહમ્મદ રફીનાં યુગલ ગીતો યાદ કરીશું. હમણાં મોહમ્મદ રફીએ આશા ભોસલે સાથે ગાયેલાં ઓ પી નય્યર નાં યુગલ ગીતો સાંભળી રહ્યાં છીએ. ......

ઓ માય ગોડ હસીનોંકો ક્યોં દે દી તુને - હોંગકોંગ (૧૯૬૨) - ગીતકારઃ રાજા મેહદી અલી ખાન


તુમ્હારી અદાઓં પે અય હુસ્નવાલોં અગર હમને - હોંગકોંગ (૧૯૬૨) - ગીતકારઃ શેવાન રિઝ્વી

અકડ કે જા રહે હૈં - ઈસી કા નામ દુનિયા હૈ (૧૯૬૨) -ગીતકારઃ એસ એચ બિહારી


દૂર બહુત જાઈયે લેકર ક઼રાર હમારા ..... હમદમ મેરે માન ભી જાઓ - ફિર વહી દિલ લાયા હું (૧૯૬૩) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી


ઝુલ્ફકી છાંવમેં ચેહરે કા ઉજાલા લે કર - ફિર વહી દિલ લાયા હું (૧૯૬૩) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી

 


હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: