હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં
બ્લૉગવિશ્વ - ૮_૨૦૧૯ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
ઓગસ્ટ મહિનામાં
સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સાથે વિદ્યા સિંહા અને ખય્યામની વિદાયની ગમગીની પણ છે.
Ten Songs That Force Us to Think About
the True Meaning of Azadiમાં શોષણ અને અન્યાયની નાબુદી, નાતજાતધર્મના નામે
પડાતી ફૂટફાટ, નારી જાતિ પરના
અત્યાચારો, ભ્રષ્ટ અને અક્ષમ
શાસકો દ્વારા થતા વહીવટ સામેના જંગ જેવા વિષયોના સંદર્ભમાં સ્વતંત્રતા અને સ્વાતંત્ર્યનો
ખરો અર્થ શું કરવો જોઈએ તે અંગે વિચાર કરી મુકતાં ગીતોને રજૂ કરાયાં છે.
૧૫ ઓગસ્ટના રોજ Film
and television actor Vidya Sinha passed away અને ૧૯ ઓગસ્ટના રોજ Veteran music composer Khayyam passes
away at 92.
શ્રી હરીશ રઘુવંશીએ ખય્યામ સાહબની યાદમાં તેમની સાથેની એક
તસ્વીર મોકલાવી છે અને વિકિબાયો પરની તેમની જીવન ઝરમર આપણી સાથે વહેંચી
છે.
ડાબેથી - હરીશ રઘુવંશી, રજનીકુમાર પંડ્યા, ઉર્વિશ કોઠારી, ચંદ્રશેખર વૈદ્ય, ખય્યામ, સલિલ દલાલ(હસમુખ ઠક્કર) |
મોનિકા કર, ખય્યામ સાહબને Khayyam:
The Gentle Giantમાં અંજલિ આપતાં દુઃખપૂર્વક નોંધે છે કે ખય્યામની ચિરવિદાય
સાથે સંગીતનો એક યુગ આથમી ગયો.
પ્યારકા બંધન ટૂટે ના - દિગ્ગજ સંગીતકાર ખય્યામની ચિરવિદાય - સોનલ પરીખ - શબ્દો અને મૌનમાં જે સમાવી નથી શકાતું તે અવર્ણનીયને
ખય્યામે સંગીતમાં ઢાળ્યું હતું.
હવે આપણે અન્ય અંજલિઓ અને યાદગીરીને લગતી પૉસ્ટ્સ વાંચીશું –
Celebrities
share special messages on Kishore Kumar’s 90th birth anniversary
- અમિતાભ બચ્ચન, બાબા સહગલ અને મમતા બેનર્જીને આ પ્રસંગે કંઈ ખાસ કહેવું હતું.
Kishore
Kumar The Actor: A Legend’s Journey Down the Years = In Part
1,
Part
2,
Part
3
and Part
4,માં પીયૂષ શર્મા કિશોર કુમારની અભિનય યાત્રાને યાદ કરે છે.
”Tum
mujhe yun bhula na paoge…”: Melodious memories of Rafi - વિકાસ દત્તા - અમુક સ્વરની ગુંજ ક્યારેય ઓસરતી નથી !
મોહમ્મદ રફીની ૩૯મી સંવત્સરીની અંજલિ સ્વરૂપે Rafi’s best songs by Ravi અને Ravi’s best duets
for Rafiમાં તેમનાં રવિ સાથેનાં
ગીતોને યાદ કરાયાં છે.
Before
Karan Johar & Simi Garewal, Tabassum’s show brought celebrities into our
living rooms
- Himani Chandna
- તબસ્સુમનો કાર્યક્રમ 'ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન' દુરદર્શન પર ૨૧ વર્ષ સુધી
સક્રિય રહ્યો હતો.
KA Abbas, the filmmaker who said,
‘Whatever I own belongs to everyone else’- Anwar
Abbas, Sahapedia તેમની
સાદગીભરી જીવનશૈલીને યાદ કરે છે.
The Mystical Mujra of Lekin: Joothe
Naina Bole - ગુલઝારના જન્મદિવસે દેબાશિષ ભટ્ટાચાર્ય 'લેકિન'ના
અદૂભૂત મુજરાની યાદ તાજી કરે છે.
Teesri Manzil will remain Shammi Kapoor’s,
and Bollywood’s, shining glory - શમ્મી કપૂરની ૧૪મી ઓગસ્ટના રોજની સંવત્સરી માધવી પોતુકુચીને શમ્મી કપૂરનાં સંગીતમય થ્રિલર 'તીસરી
મંઝિલ'ની
યાદોમાં લઈ જાય છે. ફિલ્મમાં શમ્મી કપૂર અને આશા પારેખના પ્રેમને આર ડી બર્મનનાં
ગીતોમાં વણાયેલી રહસ્ય જાળમાં ગુંથી લેવામાં આવેલ છે.
The audience as a piano: the strange
case of Alfred Hitchcock - Sandipan Deb રહસ્ય
ફિલ્મોની રજૂઆતની શૈલીથી પ્રેક્ષકોનાં દિલની ધડકન થંભાવી દેનાર દિગ્દર્શક આલ્ફ્રેડ
હિચકોકની ૧૨૦મી જન્મ જયંતિએ અંજલિ આપે
છે.
Gauhar Jaan – Great Singing Pioneer and
Tragic Prototype
- એક સમયે રાજાશાહી ઠાઠથી રહેનાર ગૌહર જાનને જેમ પોતાના
અંતિમ દિવસો બેહાલ ગરીબીમાં વિતાવવા પડશે તેની કલ્પના નહીં હોય તેમ ટેક્નોલોજિની
મદદથી કોઠાનાં સંગીતને રેકોર્ડ પરથી ફરી એક વાર ચાહકોના દિલ સુધી પહોંચાડી શકાશે
તેની પણ કલ્પના નહીં હોય.
- Gulzar
- Humne DekhI Hai Un Aankhon Ki Mehakti Kh...
- Shamm
Kapoor- Music and Rythum running in his vein...
- Kishore
Kumar - A Reluctant Actor
- The
wonderful creation of God - Mohammed Rafi
- Manoj
Kumar -He sold patriotism at the box office
- Dara
Singh Went to the Moon Before Neil Armstrong
- Mukesh
Sang Maximum for Shankar-Jaikishan
- The
Deleted Scenes of Sholay
- Rajesh
Khanna- Dev Anand was his Inspiration
ટાગોરની ચિત્રસૃષ્ટિ,
સંગીતસૃષ્ટિના ટાગોર - ૭મી ઓગસ્ટે કવિવર ટાગોરની
પુણ્યતિથિની યાદમાં એસ ડી બર્મન (કે આર ડી બર્મન) જેવાં બંગાળી સંગીતકારોએ
રવિન્દ્ર સંગીત પર આધારિત રચેલાં હિન્દી ફિલ્મી ગીતોને આશિષ ભીન્ડે યાદ કરે છે.
ઓગસ્ટ, ૨૦૧૯ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો અંકમાં શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)ની યાદ તાજી કરેલ છે. આ પહેલાં આપણે, શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતો માં આપણે શૈલેન્દ્રના અન્ય સંગીતકારોએ સંગીતબધ્ધ કરેલાં
ગીતોનું વિહંગાવલોકન કર્યું. તે પછી આપણે શૈલેન્દ્રએ ચોથા ક્રમે સૌથી વધારે ગીતો
જેમની સાથે લખ્યાં એવાં શૈલેન્દ્ર અને રોશનનાં ગીતોને યાદ
કર્યાં છે..
હવે અન્ય વિષય પરના લેખ
/પોસ્ટ્સની મુલાકાત લઈએ –
Why a typical Bollywood hero is Gandhian
on the streets, but sings lustfully in the sheets- Sanjay Suri - લગભગ દરેક હિંદી ફિલ્મોમાં ગીતોમાં ફિલ્મમાં જે વાતનો
હીરો ત્યાગ કરતો હોય તેની જ ઈચ્છા ગીતોમાં વ્યક્ત કરતો જોવા મળે છે. રીતસરના
રૂઢીવાદી સમાજમાં ઇચ્છાઓને વ્યક્ત કરતી 'આવી વાતો કહી નથી બતાવાતી'. એટલે તેને ગીતોમાં વ્યક્ત કરવામાં આવે છે. ફિલ્મનાં
કથાનકમાં હીરો ગાંધીવાદી હોય, પણ ગીત ગાય ત્યારે નખરેબાજ બની
જાય. પ્રેમાભિમય ગાંધીને રજૂ કરવા માટે રીતરસમો તો બીનપરંપરાગત જ અજમાવવી પડે. -
સંજય સુરીનાં પુસ્તક ‘A Gandhian Affair: India’s curious portrayal of love in cinema’માંથી
ગયે મહિને રજૂ થયેલ Moon Songs, Part 1: Ten songs addressed
to the moon પછી હવે Part 2: Adjectives for the Moon માં ચંદ્રનાં વિશેષણોને લગતાં અને Part 3: Comparisons to the moonમાં ગાયક દ્વારા ચંદ્રની સરખામણી કરતાં રૂપકોને લગતાં
ગીતો યાદ કરાયાં છે.
Through the Lens of Bollywood: Kashmir
as an Image, Kashmir as a Place - Debashree
Mukherjee
- હિંદી ફિલ્મો અને તેનાં ગીતોમાં
બહુધા કાશ્મીરના ઇતિહાસ અને સંસ્કૃતિનાં પ્રતિકો અને દર્શનો, લોકોની લાગણીઓ અને ભાવનાઓ જેવાં અનેક પાસાંઓને બદલે એક જ
બાજુ રજૂ કરાતી આવી છે. પરંતુ એટલી આંશિક રજૂઆત પણ આપણે ત્યાંના લોકોના દૃષ્ટિકોણ, સ્ત્રી સમાજની સ્થિતિ જેવી બાબતો વિષે સારો એવું સમજાવી
જઈ શકે છે.
Nothing but melodyમાં એવાં ગીતોને યાદ કરાયાં છે જેમાં તબલાં, ઢોલક જેવાં તાલ વાદ્યો સિવાય તારવાદ્યોની મદદથી ગીતને
તાલબધ્ધ કરાયાં હોય.
The Classical Music Giants contribute to Hindi Cinema ની સમાપ્તિ જણાતા Part III પછી પણ હજૂ વધારે શાસ્ત્રીય ગાયકોની માહિતી The Classical Music Giants contribute to
Hindi Cinema – IVમાં આવરી લેવાયેલ છે..
સોંગ્સ
ઓફ યોરની Best songs of 1946: And the winners are? ના.
અનુસંધાને ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો લેખમાળામાં સ્ત્રી
સૉલો ગીતોમાં સુરૈયા, શમશાદ બેગમ (ભા ૧) અને (ભાગ
૨), અમીરબાઈ
કર્ણાટકી, ઝોહરાબાઈ
અંબાલેવાલી, મોહનતારા
તલપડે અને રાજકુમારી ના
સોલો ગીતો ચર્ચાની એરણે આપણે સાંભળી ચૂક્યાં છીએ. આ મહિને હમીદા
બાનુ, ઝીનત
બેગમ, નૂરજહાં, ખુર્શીદ, કાનન
દેવી, નસીમ
અખ્તર, પારો
દેવી
તેમ જ દિલશાદ બેગમ અને કલ્યાણી દાસનાં
સૉલો ગીતો આપણે સાંભળ્યાં છે...
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'
કોલમના ઓગસ્ટ ૨૦૧૯ના લેખો:
સુર પંથના સાથીઓની 'યાદ આતી રહી ઉમ્રભર'
સ્વાધીનતા અને સહોદર સંબંધનો સમાન દિવસે સમન્વય
રૂપેરી પર્દે કાશ્મીરની કમનીયતા
સિને સંગીતને સથવારે 'શશી'ને સંબોધન
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ઓગસ્ટ ૨૦૧૯ના લેખો.:
'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ ઓગસ્ટ, ૨૦૧૯માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી
આગળ ધપી રહી છે –
ઓગસ્ટ, ૨૦૧૯માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
વેબ ગુર્જરી' પર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પર, ટાઈટલ મ્યુઝીક: સૂરાવલિ, સિનેમા અને
સંભારણાંના થીમ પરની શ્રેણીમાં ઓગસ્ટ ૨૦૧૯માં ટાઈટલ મ્યુઝીક : ૧૫ : તરાના (૧૯૭૭) અને
ટાઈટલ મ્યુઝીક : ૧૬ : આરોપ (૧૯૭૪)ની વાત કરવામાં આવી
છે.
શ્રી ભગવાન થાવરાણીની પણ 'હુસ્ન પહાડીકા' શીર્ષક હેઠળ પહાડી રાગ પરનાં ગીતોનો આસ્વાદ કરાવતી શ્રેણી
વેબ ગુર્જરી પર શરૂ થઈ છે. ઓગસ્ટ, ૨૦૧૯માં તેના બે મણકા હુસ્ન પહાડી કા – ૧૧ – ઝુકતી ઘટા ગાતી હવા સપને
જગાએ /\ દિલકી તમન્ના થી
મસ્તીમેં અને હુસ્ન પહાડી કા – ૧૨ – નઈ મંઝિલ નઈ રાહેં /\
સો ગયા સારા જમાના પ્રકાશિત થયા છે.
આપણા આ
બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે
સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં કેટલાંક ગીતો પસંદ કરેલ છે. –
સીધે
સાદે ઈન્સાનોંકા ઈસ દુનિયામેં કામ નહીં - તુ નહીં ઔર સહી (૧૯૬૦) – સંગીતકાર: રવિ – ગીતકાર: અસદ ભોપાલી
સરફરોશી
કી તમન્ના અબ હમારે દિલમેં હૈ - શહીદ ભગતસિંહ (૧૯૬૩) – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ
નૈન
મિલાકે પ્યાર જતા કે આગ લગા દી - મેરા ભાઈ મેરા દુશ્મન (૧૯૬૭)- જગજીત કૌર સાથે –
સંગીતકાર:
ખય્યામ – ગીતકાર:
કૈફી આઝમી
અપની
આદત હૈ સબ કો સલામ કરના - પ્યાર મસ્તાના (૧૯૭૨) – સંગીતકાર: લાલા સત્તાર – ગીતકાર: અસદ ભોપાલી
સિમટી
હુઈ યે ઘડિયાં ફિર સે ન બીખર જાયે - ચંબલકી ક઼સમ (૧૯૭૫) - લતા મંગેશકર સાથે –
સંગીતકાર:
ખય્યામ – ગીતકાર:
સાહિર લુધ્યાનવી
હિંદી ફિલ્મનાં ગીતોની વધારે વૈવિધ્યપૂર્ણ માહિતી આપણા આ
બ્લૉગોત્સ્વમાં રજૂ કરતાં રહેવા માટે નવા માહિતી સ્રોતો સૂચવતાં તમારાં સૂચનો જરૂરથી
આવકાર્ય છે….
No comments:
Post a Comment