Tuesday, August 31, 2021

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૯મો – મણકો : ૦૮_૨૦૨૧

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૯મા સંપુટના મણકા - ૦૮_૨૦૨૧માં આપનું સ્વાગત છે.

ઓગસ્ટ મહિનો ભારતનાં અંગ્રેજ શાસનથી સ્વાતંત્ર્ય મેળવ્યાનો મહિનો છે. એ સંદર્ભાં જુદા જુદા લેખોમાં તેને જુદા જુદા દૃષ્ટિકોણથી નવાજાયેલ છે –

Play It As It Was - Shubhra Guptaએ સ્વાતંત્ર્યના સાત દાયકાને રજૂ કરતો ૭૫ ફિલ્મોનો નકશો રજુ કર્યો છે.


Upkar — film born of churn in newly-Independent India gave Bollywood a hit formula - Unnati Sharma - ઉપકાર (૧૯૬૭) માં ભારતે આઝાદી પછી સામનો કરવો પડેલ પડકારોની વાત રજુ કરાઈ છે. ગ્રામ્ય જીવનના મહિમાના પશ્ચાદભૂમાં શહેરી અને પશ્ચિમી સંસ્કૃતિના ઝળહળાટ માટેના લોભને  પણ લોકભોગ્ય સ્વરૂપમાંરજુ કરવામાં આવેલ છે.

In Shyam Benegal’s ‘Mammo’, the lingering effects of Partition come vividly alive - Nandini Ramnath - બહુ જ ચોક્કસ અભિપ્રાયો ધરાવતી અને તડનું ફડ કરતાં ન અચકાતી મહમુદા બેગમ (મમ્મો)ને કેન્દ્રીય સરકારના ૧૪મી ઓગસ્ટને 'વિભાજન યાતના સ્મરણ દિન' સ્વરૂપે યાદ કરવાના પ્રસ્તાવ માટે જરૂર કંઈ ટીકાટીપ્પણી કરવી હોત.

૧૫ ઓગસ્ટ (૨૦૨૧)ના રોજ હિંદી સિનેમા જગતે જગજીત કૌરને ખોયાં.

Veteran singer and wife of composer Khayyam, Jagjit Kaur, dies at 93 - બહુ અનોખા સ્વરનાં સામ્રાજ્ઞીની કારકિર્દીની શરૂઆત '૫૦ના દાયકાના પ્રથમ ભાગમાં થઈ. સાર્દુલ ક્વાત્રા દ્વારા સંગીતબધ્ધ થયેલ પોસ્તી (પંજાબી ફિલ્મ)થી શરૂ થયેલી સફર ગુમાસ્તા(૧૯૫૧),ખોજ (૧૯પ૩)થી આગળ વધી અને દિલ-એ-નાદાન (૧૯૫૩)માં સફળતાની ભ્રમણ કક્ષામાં દાખલ થઈ ગઈ. ૧૯૫૪માં ખય્યામ સાથે લગ્ન થયા પછી ફિલ્મોમાં પાર્શ્વગાયન તેમની જીંદગીનો ગૌણ હિસ્સો બની ગયો.

Photo: Express Archive

બ્લોગ્સ પર પણ તેમને માનભેર યાદ કરાયાં–

‘Tum Apna Ranj o Gham – Remembering Jagjit Kaur’ માં જગજીત કૌરની સક્રિય પાર્શ્વગાયન કારકિર્દી પ્રતિબિંબીત થાય છે.

આપણે તેમણે ગાયેલ 'દિલ-એ-નાદાન' (૧૯૫૩)નાં બે સૉલો અને એક ત્રિપુટી ગીતોને અહીં યાદ કરીશું-

ખામોશ જીંદગીકો એક બહાના મિલ ગયા - દિલ-એ-નાદાન (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીત: ગુલામ મોહમ્મદ

ચંદા ગાયે રાગની છમ છમ બરસે ચાંદની - દિલ-એ-નાદાન (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની – સંગીત: ગુલામ મોહમ્મદ

મુહબ્બતકી ધુન બેક઼રારોં સે પુછો  - દિલ-એ-નાદાન (૧૯૫૩) - તલત મહમુદ અને સુધા મલ્હોત્રા સાથે – ગીતકાર: શકીલ બદાયુની – સંગીત: ગુલામ મોહમ્મદ

હવે અન્ય તિથિઓને યાદ કરતા લેખો તરફ આપણું ધ્યાન ફેરવીશું –

મુકેશ - ગૈર-ફિલ્મી ગીતો અને ગ઼ઝલો : આજ ભી ઉનકી મોહબ્બતકા તસ્સવુર હૈ વોહી - મુકેશની ૪૫મી પુણ્યતિથિ - જન્મ: ૨૨ જુલાઈ ૧૯૨૩| અવસાન: ૨૭ ઓગસ્ટ, ૧૯૭૬ -ની યાદમાં આજે મુકેશ ગીતકોશની મદદથી પસંદ કરેલાં મુકેશનાં ગૈરફિલ્મી ગીતો અને ગ઼ઝલોને અહીં યાદ કરેલ છે.

5 songs to remember Shakeel Badayuni, Hindi cinema’s romantic poet - Unnati Sharma   શકીલ બદાયુનીની ૧૦૫ જન્મતિથિએ તેમની નોંધપાત્ર કારકિર્દી પર નજર કરતાં કરતાં તેમનાં પાંચ ગીતોને યાદ કરાયાં છે.

The Legendary Leena Daru: Dressing up Indian Cinema's Divas - Alpana Chowdhury - લીના દરૂ એમના સમયની ત્રણ કોસ્ચ્યુમ ડિઝાઈનર સામ્રાજ્ઞીઓની ત્રિપુટીનાં એ નોંધપાત્ર સભ્ય હતાં - એ ત્રિપુટીની બીજાં બે સભ્યો હતાં - ભાનુ અતૈયા અને મણિ જે રબાડી ( શમ્મી - નરગીસ રબાડી-નાં મોટાં બહેન).


Revisiting Chandni that established Sridevi’s mystery and myth - શ્રીદેવીની ૫૭મી જન્મ જયંતિ પર તેમની ફિલ્મ ચાંદનીની ફેરમુલાકાત કરતાં જણાય છે કે આ ફિલ્મ પછી કદાચ હિંદી ફિલ્મોમાં સ્ત્રીને જોવાની દૃષ્ટિ બદલી ગઈ.

Kumkum: The Danseuse Butterfly of Bollywood - ડી પી રંગન કુમકુમને તેમની પહેલી પુણ્યતિથી (૨૨ એપ્રિલ, ૧૯૩૪ - ૨૮ જુલાઈ ૨૦૨૦) ના સંદર્ભમાં યાદ કરે છે.

Death is everywhere in Bollywood, but why is grief so rare? - Bijal Vachharajani - જ્યારે મૃત્યુને કારણે શોકગ્રસ્ત થવાની વાત આવે ત્યારે હિંદી ફિલ્મો તેમની ઘસીપીટી ફોર્મ્યુલા પર જ આવી રહે છે.

5 songs and 5 moods to remember Khayyam, Bollywood’s versatile music composer - Unnati Sharma - આ અનોખા સંગીતકારે ધાર્યું હોત તો બસોએક ફિલ્મ કરી શકત, પણ પોતાનાં મૂલ્યોનાં ધોરણ જોડે બાંધછોડ ન કરવાના તેમના સિદ્ધાંતને કારણે તેમણે (માત્ર) ૫૭ ફિલ્મોમાં જ સંગીત આપ્યું.

Forgotten Composers Unforgettable Melodies: Bipin-Babul/Babulતેમણે રચેલાં અનેક ગીતોની યાદ શ્રોતાઓનાં દિલમાં આજે પણ જીવંત છે પરંતુ બિપીન (દત્ત)-બાબુલ Forgotten Composers: Unforgettable Melodies શ્રેણીના મોટા ભાગના સંગીતકારો કરતાં વધારે વિસરાયેલા સંગીતકારો છે.

તેમના ૯૦મા જન્મ દિવસે, Lata Mangeshkar chooses her own favourite songs, અને એ ગીતો તેમને કેમ પસંદ છે તે સુભાષ ઝા સાથે ચર્ચા કરે છે.

Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:

Poet-composer Padma Sachdev, ‘mother of modern Dogri’, passes away at 81 in Mumbai - Unnati Sharma - પદ્મા સચદેવની હિંદી અને સંસ્કૃત પર પણ સારી હથોટી હતી. તેમણે બે હિંદી ફિલ્મો પ્રેમ પર્બત (૧૯૭૩, યે નીર કહાં સે બરસે હૈ - લતા મંગેશકર - સંગીતકાર જયદેવ) અને આંખી દેખીં  (૧૯૭૮, સોના રે તુઝે કૈસે મીલું - મોહમ્મદ રફી, સુલક્ષણા પંડિત - સંગીતકાર જે પી કૌશિક)માં એક એક ગીત પણ લખ્યાં હતાં.

(નોંધઃ યોગાનુયોગ છે કે 'વિસરાતી યાદો ... સદા યાદ રહેતાં ગીતોની શ્રેણીના જાન્યુઆરી ૨૦૨૧ના લેખ જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૨ - ૧૯૭૩માં પદ્મા સચદેવનં આ બન્ને ગીતોને યાદ કરાયાં છે.)

Rafi sings with Geeta Dutt મોહમ્મદ રફીની પુણ્યતિથિની યાદમાં સ્મરણાંજલી છે.

Remembering Jagdish Raaj: The quintessential policeman of Bollywood - Ajay Mankotia - જગદીશ રાજની પુણ્યતિથિએ હિંદી ફિલ્મના પરદા પર તેમણે મૂર્તિમંત કરેલ પોલીસ ઈન્સ્પેક્ટરને યાદ કરીએ.

સાહિર લુધિયાનવીની જન્મશતાબ્દી નિમિત્તે સાહિર લુધિયાનવીનાં  પ્રેમાનુરાગનાં ગીતોની લેખમાળામાં હવે સાહિર સાથે બે ફિલ્મોનો સાથ કરેલ ઉષા ખન્ના, રશિદ અત્રે, ચિત્રગુપ્ત, કલ્યાણજી આણંદજી અને સપન ચક્રવર્તીની પ્રેમાનુરાગની રચનાઓની યાદ તાજી કરેલ છે.

Pyar Kiye Jaa, classic comedy that got Mehmood his first Filmfare as comedian - Unnati Sharma - તમિળ ફિલ્મ, કદાલિકા નેરામિલ્લાઈની રીમેક, ૧૯૬૬ની આ ફિલ્મમાં દરેક પાત્ર પોતપોતાન ખભા પર મુખ્ય પાતર્ની જવાબદારી નિભાવે છે. પરંતુ મહેમુદે ભજવેલ પાત્રનો ઉઠાવ ઓર જ હતો. મહેમુદને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ કોમેડી અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો હતો.

ઓગસ્ટ, ૨૦૨૧ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં શૈલેન્દ્રનાં સાર્દુલ ક્વાત્રા અને મુકુલ રોય સાથેનાં ગીતો યાદ કરેલ છે. ૨૦૧૭માં આપણે શૈલેન્દ્રનાં 'અન્ય' સંગીતકારો સાથેનાં ગીતો સાથે શરૂ કરેલ આ શ્રેણીમાં અત્યાર સુધી આપણે

૨૦૧૮ - શૈલેન્દ્ર અને રોશન

૨૦૧૯ -  શૈલેન્દ્ર અને હેમંત કુમાર, રવિ અને કલ્યાણજી (આણંદજી)

૨૦૨૦ – શૈલેન્દ્ર અને એસ એન ત્રિપાઠી, અનિલ બિશ્વાસ અને સી રામચંદ્ર

નાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Dilip-Dev-Raj or Salman-Aamir-SRK? - Monojit Lahiri - દરેક પેઢીને પોતપોતાના પડકારો અને તકો હોય છે, એટલે એક પેઢીની બીજી પેઢી સાથે સરખામણી કરવી, ગમે તેટલી લોભામણી બા્બત લાગે તો પણ, અયોગ્ય જ નીવડે છે.

Madhubala: Ageless Beauty, Timeless Icon - SMM Ausaja - બહુ ટુંકી ગણી શકાય એવી કારક્રિર્દીમાં પોતાની અભિનય પ્રતિભા અને અપ્રતિમ સૌંદર્યનાં સહારે મધુબાલા સુપરસ્ટારનું બિરૂદ મેળવી ચુક્યાં હતાં. ઘરના ખુબ સામાન્ય સંજોગોથી શરૂ થયેલ મધુબાલાની  જીંદગીમાં હિંદી ફિલ્મોને કારણે ખુબ ઝડપથી ખ્યાતિ મળી. તે સાથે બહુ ગવાયેલા સંબંધો, અપૂર્ણ રહેલ પ્રેમ ગાથા અને યુવાન વયે થયેલ મૃત્યુએ મધુબાલાને હિંદી ફિલ્મોના ઇતિહાસમાં એક મોહક દંતકથા બનાવી દીધેલ છે.


Of Waheeda Rehman’s luminous beauty, and film that changed Guru Dutt’s fortunes: Revisiting Chaudhvin Ka Chand - Sampada Sharmaગુરુ દત્ત, વહીદા રહેમાન, રહેમાન અને જ્હોની વૉકરની મુખ્ય ભૂમિકાવાળી મુસ્લીમ સ્માજની પશ્ચાદભૂ ધરાવતી એમ સાદિકની ૧૯૬૦ની આ ફિલ્મમાં સ્ત્રીને ભાગે, વગર કોઈ જ વાંકે, પ્રેમ સંબંધમાં સહન જ કરવાનું આવે છે.

Writing cinema: Shama Zaidi on a major problem with Hindi films and the importance of theatre - Anubha Yadavનાં પુસ્તક, Scripting Bollywood – Candid Conversations with Women Who Write Hindi Cinemaમાં શમા ઝૈદી 'ગર્મ હવા'અને 'સુરજ કા સાતવા ઘોડાની પટકથાની પરદા પાછળની કહાની યાદ કરે છે.


Dance Songs in Old Hindi Cinema – (મહેમાન લેખક) અર્જુનનો નૃત્ય અને ગીતો પ્રત્યોનો લગાવ આ લેખમાં પરિવર્તિત થયો છે.

My Favourites: Flirtatious Songs એવાં ગીતો છે જેમાં હીરો હીરોઈનની 'નામાન્ય કર્યા વગર તેનાં મનને ફેરવી નાખે છે', અને મોટા ભાગે તો ગીત પુરું થતાં જ પહેલાં તીવ્ર કંટાળો દેખાડતી એ ગર્વિષ્ઠ માનુની પ્રેમભર્યું સ્મિત પણ લહેરાવતી થઈ જતી હોય છે.

Boat Songs – Part I માં નાવમાં માત્ર યુગલ જ હોય તેવાં ગીતોને સ્થાન અપાયું છે.

The Gravitas of Sitar in Songs - સિતારનું હિંદી ફિલ્મોમાં ધ્યાન ખેંચતું સ્થાન સામાન્યતઃ શાસ્રીય ગીતો કે કરૂણ ગીતોમાં જ વધારે રહ્યું છે. જોકે કેટલાક સંગીતકારોએ આનંદના રણઝણાટને વ્યક્ત કરવા પણ વાદ્યસજ્જામા સિતારનો ઉપયોગ પણ કર્યો જ છે. 

Songs of the Sunમાં બહુ જ રસપ્રદ રીતે 'સૂર્ય'ને, કમસે કમ,જે ગીતોમાં 'સૂર્ય'ને મુખડાના બોલમાં સ્થાન અપાયું હોય એવાં ૧૦ ગીતો આવરી લેવાયાં છે. એ માટે જે ગીતોમાં 'સૂર્ય'નો પરોક્ષ કે આડકતરો ઉલ્લેખ હોય, કે જેમાં ચંદ્રને પણ સાથે લેવાયો હોય, તેવાં ગીતોને બાકાત રખાયાં છે. 

Ten of my favourite ‘Impossible Duets’ એવાં યુગલ ગીતો છે જેમાં પરદા પરનાં બન્ને ગાયકો એકમેકથી ગમે એટલાં દૂર હોય, પણ ગીતનો ભાવ કે બોલ ચુક્યા વગર અફલાતુન યુગલ ગીત ગાય, અને એટલું જ ન હોય તેમ એ યુગલ ગીતમાં, એક વાર તો બન્ને જણા એકસ્વર પણ થઈ રહે.

ઈન્ડીયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો

  • Boot Polish: Of childhood that’s drenched in poverty - બાળકલાકારો રતન કુમાર, બેબી નાઝ અને તેમના જ્હોન ચાચાના પાત્રમં ડેવીડની મુખ્ય ભૂમિકા ધરાવતી, પ્રકાશ અરોરા દ્વારા દિગ્દર્શિત બુટ પોલિશ (૧૯૫૪) ગરીબીમાં જન્મેલ બાળકોની દાસ્તાન છે.
  • When Hrishikesh Mukherjee taught ‘Jeena isi ka naam hai’: Anari - રાજ કપૂર, નુતન, મોતીલાલ અને લલિતા પવારને મુખ્ય ભૂમિકા ચમકાવતી હૃષિકેશ મુખર્જી દિગ્દર્શિત અનાડી (૧૯૫૪) જીવન જીવવા માટે યોગ્ય માર્ગ પસંદ કરવાના નૈતિક સંઘર્ષની વાત છે.
  • Mother India: Where being a woman is equated with sacrifices - નરગીસ, રાજ કુમાર, સુનીલ દત્ત અને રાજેન્દ્ર કુમારને ચમકાવતી મહેબૂબ ખાનની મધર ઈન્ડીઆ (૧૯૫૭) આજે પણ હિંદી રૂપેરી પરદાની ખુબ જ પ્રભાવશાળી ફિલ્મોમાં ગણના પામે છે.
  • Mughal-e-Azam: K Asif film achieved on-screen perfection despite off-screen dramaપૃથ્વીરાજ કપૂર, દિલીપ કુમાર અને મધુબાલાની મુખ્ય ભૂમિકો સાથેની કે. આસિફની ૧૯૬૦ની ફિલ્મ 'મુઘલ-એ-આઝમ' હિંદી સિનેમામાં  સર્વોત્કૃષ્ટતાની આદર્શ ગણાય છે.

૧૯૪૪નાં ગીતોના સ્ત્રી સોલો ગીતો વિભાગમાં ઝોહરાબાઈ અંબાલેવાલી, હમીદા બાનો, ઝીનત બેગમ, રાજકુમારી, સુશીલા રાની અને ખુર્શીદનાં સૉલો ગીતો ચર્ચાની એરણે લીધા છે.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના ઓગસ્ટ, ૨૦૨૧ના લેખો:

સિનેગીતકાર શૈલેન્દ્રના અપવાદરૂપ આયામ

નોંધઃ આજનો અંક અપલોડ કરતાં સુધી જન્મભમિ પ્રવાસીની સાઈટ પરથી પહેલાંના લેખો મળી શકયા નથી.

સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ઓગસ્ટ, ૨૦૨૧ ના લેખો.

લગી આજ વો સાવનકી ઝડી હૈ


દિલ તડપ તડપ કે કહ રહા હૈ આ ભી જા

રંગબિરંગી રાખી  લેકર આયી બહના

કાન્હા રે કાન્હા તૂને લાખોં રાસ રચાયે

શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં કલ્યાણજી આણદજીની જોડી વિશે વાત કરી રહ્યા છે. ઓગસ્ટ ૨૦૨૧ માં હવે નીચે મુજબ આ વાત આગળ ધપે છે .

નાગિનના બીનનો જાદુ છેક સુનહરી નાગિન ફિલ્મ સુધી રસિકોને આકર્ષતો રહ્યો

ફરી એકવાર રાજ કપૂરની ફિલ્મને સંગીતથી સજાવવાની સોનેરી તક મળી

કારકિર્દીની જમાવટ વચ્ચે માતૃભાષાની સેવા કરવાની તક મળતાં ઝડપી લીધી

હિમાલય કી ગોદ મેંનું સંગીત સદાબહાર બની રહ્યું

ઓગસ્ટ, ૨૦૨૧ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

કદમ પર ફિલ્મીગીતો

ફિલ્મોમાં કવ્વાલીઓ : ये इश्क इश्क है ये इश्क इश्क

ઝિંદગી એક સફર હૈ સુહાના – કિશોર કુમારે ગાયેલ શંકર જયકિશનનાં ગીતો [૨]

હિન્‍દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી “ફિલ્મસંગીતના નક્શીકારો” શ્રેણીમાં પિયૂષ પંડ્યા રામપ્રસાદ શર્મા પરિવાર ની પ્રતિભાનો પરિચય કરાવે છે...

નલિન શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં  પેટીમાસ્ટરની કહાણી  રજૂ કરે છે.

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીના ઓગસ્ટ, ૨૦૨૧ માં સરસ્વતીચન્‍દ્ર (૧૯૬૮) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ.

સુનો સુનો અય દુનિયાવાલો બાપુકી યે અમર કહાની – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ

આવાઝ દો હમ એક હૈ - ગીતકાર: જાં નિસ્સાર અખ્તર - સંગીતકાર: ખય્યામ

વતનકી આબરૂ ખતરેમેં હૈ, તૈયાર હો જાઓ - ગીતકાર: સાહિર લુધિયાનવી - સંગીતકાર: ખય્યામ

ઈસ વાસ્તે પંદ્રહ અગસ્ત હૈ હમેં પ્યારા - ગીતકાર: રમેશ ગુપ્તા

પંદ્રહ અગસ્તસે હમેં ક્યોં ઈતની પ્રીત હૈ

ભારતવાલો ભુલ ન જાના, અમર શહીદોંકા અફસાના - ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ


 

હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: