Sunday, May 10, 2026

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૧મું સંસ્કરણ – મે, ૨૦૨૬


 

મન્ના ડે - ચલે જા રહેં હૈ… - ૧૯૫૮ -


મન્ના ડે
- મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ - ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) ની શુદ્ધ શાસ્ત્રીય ગાયકી અને અવાજની સહજ બુલંદીને કારણે હિંદી ફિલ્મ જગતે તેમને શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતો કે ધાર્મિક ભાવનાં કે દેશભક્તિ કે કુદરતની નિશ્રામાં ગવાતાં ગીતોનાં ચોકઠામાં ગોઠવી નાખ્યા હતા. જોકે ૧૮ ભાષાઓમાં તેમણે ગાયેલાં ૩,૫૦૦થી વધુ ગીતોના આંકડાથી ભલભલા ગાયકને ઠંડીનું લખલખું આવી જાય એવું સાંભળીએ તો નવાઈ ન લાગે.

મન્ના ડેના જન્મના મહિનામાં તેમનાં આ ઓછાં સાંભળવા મળેલ, ઓછાં લોકપ્રિય થયેલ ગીતોની યાદને તાજી કરવાનો ઉપક્રમ આપણે ચલે જા રહેં હૈ લેખમાળામાં કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં આપણે

૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો,

૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો

૨૦૨૦માં તેમનાં ૧૯૫૧-૧૯૫૩નાં ગીતો,

૨૦૨૧માં તેમનાં ૧૯૫૪-૧૯૫૫નાં ગીતો,

૨૦૨૨માં તેમનાં ૧૯૫૬નાં ગીતો,

૨૦૨૩માં તેમનાં ૧૯૫૭નાં ગીતોનો ભાગ ૧,

૨૦૨૪માં તેમનાં ૧૯૫૭નાં ગીતો ભાગ ૨, અને,

૨૦૨૫માં મન્ના ડેનાં ૧૯૫૮નાં ગીતોનો ભાગ ૧

સાંભળી ચૂક્યાં છીએ.


આજના મણકામાં આપણે મન્ના ડે વર્ષ ૧૯૫૮માં ગાયેલાં કેટલાંક અન્ય ગીતોને યાદ કરીશું.

યે ક્યા કર દિયા મોરે રામ - દેવર ભાભી - ગીતકારઃ શૈલેન્દ્ર (?) - સંગીતઃ રવિ

વિચરતા સાધુઓ ગીત ગાતા હોય અને એ ગીત ફિલ્મની સીચ્યુએશનને અદ્દ્લ બંધબેસતું હોય - પરદા પરના કલાકારને તેનઈ વિડંબનામાં સધિયારો મળે - આ પ્રકાર એ સમયે બહુ જ પ્રચલિત હતો.


ધરતી કી શાન હૈ તુ મનુ કી સંતાન - ગજ ગૌરી - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીતઃ સ્નેહલ ભાટકર

ગીતોનો એક બહુ પ્રચલિત પ્રકાર હતો પ્રેરણાદાયક ગીતોનો. કોઈ સાધુ ગાતો હોય, બેકગ્રાઉન્ડમાંથી સંભળાય, કે કોઈ શેરીએ શેરીએ પોતાનો માલ વેંચતાં હોય ...


જય આર્ય દેવતા હે સૂર્ય દેવતા - ગજ ગૌરી - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીતઃ સ્નેહલ ભાટકર

આ પ્રેરણાદાયી ગીત પ્રાર્થના સ્વરૂપે છે.



મીઠી મીઠી યાદ તેરી દિલ તડપા ગયી - ગ્રેટ શૉ ઑફ ઇન્ડિયા - ગીતકારઃ ક઼મર જલાલાબાદી - સંગીતઃ અવિનાશ વ્યાસ

અત્યંત કરૂણ ભાવને રજૂ કરવા માટે નીચા સુર અને ધીમી લયમાં ગાવાનું હોય તો પણ બોલના ઉચ્ચારો તો ચોખ્ખા અને શુદ્ધ જ રહે !


આધી આધી રાત કો સપનેમેં આતા હૈ - ગ્રેટ શૉ ઑફ ઇન્ડિયા - આશા ભોસલે સાથે - ગીતકારઃ ક઼મર જલાલાબાદી - સંગીતઃ અવિનાશ વ્યાસ

પ્રેમમાં ખોવાઈ ગયેલી પ્રેમિકાના ભાવને આશા ભોસલે ખળખળાટ વહેવડાવે છે. પ્રેમી (પુરુષ) ભાવની રજૂઆતમાં આટલો મોકળો નથી બની શકતો એવું મન્ના ડેના મર્યાદાસભર સ્વરમાં જણાય.. જોકે બીજી કડી સુધીમાં તો પ્રેમી જણને પણ પ્રેમિકાના મનોભાવનો પાસ લાગી જ જાય છે ..…


ચાહે સુરજ યલે, ચાહે ચાંદ તલે - હરિશચન્દ્ર (૧૯૫૮) - ગીતકારઃ પંડિત મધુર - સંગીતઃ સુશાન્ત બેનર્જી

બેકગ્રાઉન્ડમાં ગવાતું પ્રેરાણાદાયી ગીત ..



સત્યમેવ જયતે - નયા કદમ - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીતઃ પંડિત શિવરામ

પ્રેરણાદાયી ગીતમાં દેશપ્રેમનો ભાવ ઉમેરાયો ....


 
મેરે દિલમેં હૈ એક બાત કહ દો કે ભલા ક્યા હૈ - પોસ્ટ બોક્ષ નં. ૯૯૯ - લતા મંગેશકર સાથે - ગીતકાર પી એલ સન્તોષી - સંગીતઃ કલ્યાણજી વીરજી શાહ

માંડ કરીને બીજું પરિશુદ્ધ રોમાંસનું ગીત આવ્યું - પાછું ખુગ જ જાણીતું પણ - આજના મણકામાં લતા મંગેશકર સાથેનું એક માત્ર યુગલ ગીત...


જોગી આયા લેકર સંદેશા ભગવાન કા - પોસ્ટ બોક્ષ નં. ૯૯૯ - ગીતકાર પી એલ સન્તોષી - સંગીતઃ કલ્યાણજી વીરજી શાહ

દેખીતી રીતે વિચરતા સાધુ દ્વારા પરદા પરના પાત્રની તાણ હળવી કરતું ગીત લાગે પણ ગીતમાં જોવા મળતાં દૃશ્યોની ધ્યાનથી જોઈએ તો જણાય કે 'સંદેશો' દેખાય છે એટલો સીધો નથી .....



વર્ષ ૧૯૫૮ માટે મન્નાડેનાં હજુ પણ કેટલાંક ગીતો બાકી રહે છે જે આપને હવે પછીના મણકામાં સાંભળીશું ...... 


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: