Tuesday, March 31, 2026

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૪ – મણકો : ૩_૨૦૨૬

 હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૪ મા સંપુટના મણકા - _૨૦૨૬માં આપનું સ્વાગત છે.

Romance for the Faraway Land, દ્વારા સોંગ્સ ઑફ યોર હોળીની ઉજવણીના રોમાંસને Love is Bliss, આગળ ધપાવે છે. 

  માર્ચના વિશ્વ Women’s Day ની ઉજવણી માટે ૨૨ જાન્યુઆરીની પોસ્ટ ‘Songs Praising Male Beauty’ ની પુનઃમુલાકાત. 

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  –

New Theatres and B N Sircar - Shoma A Chatterji ન્યુ થિયેટર્સના સ્થાપક બી એન સરકારનાં જીવન અને દીર્ઘદર્શન પર નજર કરતાં નોંધ લે છે કે તેમણે તેમના પાયાના પુરુષાર્થથી ભારતમાં ફિલ્મ નિર્માણમાં તકનીકી અભિનવતાને, સાહિત્ય કથાઓને અને દંતકથા સમાન ફિલ્મ નિર્માતાઓને  ચોક્કસ સ્થાન અપાવ્યું. 

Ten of my favourite Nalini Jaywant songs માં ૧૮ ફેબ્રુઆરી, ૧૯૨૬ની નલીની જયવંતની શતાબ્દી જન્મતિથીને યાદ કરાયેલ છે. જાણીતા અમેરિકન ફોટોગ્રાફર જેમ્સ બર્કના her photographs  લાઈફ સામયિક્માં પ્રકાશિત થયેલ ફોટોગ્રાફ્સએ નલીની જયવંતને ભારતની સર્વપ્રથમ 'પિન-અપ' સુંદરી તરીકે ખ્યાતિ અપાવી. 

Remembering Qamar Jalalabadi ના Part I અને II  માં ગીતકાર ક઼મર જલાલાબાદીની ૯ માર્ચની જન્મતિથિએ અંજલિ અપાઈ છે.

Ten of my Favourite Ravi Duets3 માર્ચ રવિની ૧૦૦મી જન્મજયંતી હતી. રવિ મલયાલમ સિનેમામાં બોમ્બે રવિ તરીકે જાણીતા હતા.

Rafi – 1951૧૯૫૧માં મુકેશ અને તલત મહમુદ જેવા સમકાલીન સ્પર્ધકોના પ્રમાણમાં મોહમ્મદ રફીનામ યાદગાર ગીતો ઓછાં છે. આ વર્ષમાં રફીએ નૌશાદના મુખ્ય પુરુષ પાર્શ્વગાયક તરીકે સ્થાન નિશ્ચિત કર્યું. ૧૯૫૧માં હુસ્નલાલ ભગતરામ (૫ ફિલ્મ), સી રામચંદ્ર (૪ ફિલ્મ) અને શંકર જયકિશન (૩ ફિલ્મ) સાથે રફીનું કામ મહત્તમ રહ્યું.   

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૧૧મા સંસ્કરણના માર્ચ ૨૦૨૬ના ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૫૫ (૨) નાં ગીતોને યાદ કર્યાં. અત્યાર સુધી આપણે  

વર્ષ ૨૦૨૧માં ૧૯૪૩થી ૧૯૪૯નાં,

વર્ષ ૨૦૨૨માં ૧૯૫૦થી ૧૯૫૨નાં,

વર્ષ ૨૦૨૩માં ૧૯૫૩ નાં,

વર્ષ ૨૦૨૪માં ૧૯૫૪ નાંઅને

વર્ષ ૨૦૨૫માં ૧૯૫૫ (૧)માં હુર-એ-અરબ નાં  

                કેટલાંક ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

Aaiye/Chale aaiye and Jaaiye/Chale jaaiye in songs: Are they the same or is there a difference?એવું લાગે છે કે આઈએ અને ચલે આઈએ અને જાઈએ અને ચલે જાઈએ વચ્ચે શાબ્દિક જ નહીં પણ અર્થમાં પણ ફરક છે. ‘ચલે’ ઉમેરાવાથી વિનંતીમાં ખાસ વજન અનુભવાય છે.  

My Favourites: Songs of 'Waking Dreams'અહીં , એક કે પછી બન્ને પાત્રો પોતાને સ્વપ્નમાં અનુભવે છે.  

‘After Me’ Songs – Leaving Footprints on the Sands of Timeકેટલાં એવું માને છે કે એમના ગયા પછી કોઈ ખાલીપો નહીં અનુભવાય. તો કેટલાં એવું પણ માને છે કે તેમના ગયા પછી તેમની યાદો પાછળ રહેશે. તેમનાં સંતાનોને તો ખાસ તેમની યાદ – નિશાનીયાં - આવશે. આ વિષે પર કેટલાંક તો ગીતો અમર બની ગયાં છે.   

How film magazines wrote about Lata Mangeshkar and Asha Bhosleસીનેમામાં સ્ત્રી પાર્શ્વગાયિકાઓ વિષનાં Shikha Jhingan નાં પુસ્તકમાંથી કેટલાક અંશો.


Best songs of 1956, થી હવે પછી સોંગ્સ ઑફ યોર Best songs of year  શ્રેણીમાં પાછળ તરફ જતાં વિન્ટેજ વર્ષની અને ૧૯૫૬થી આગળ જતાં વર્ષની દર વર્ષે બે સમીક્ષા રજૂ કરશે.   

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ:

માર્ચ ૨૦૨૬માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં મહારાણી પદમિની (૧૯૬૪) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને તાલવાદ્યો (૫) : ઢોલકી અને લાવણીનૃત્યને  લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..

દિપક સોલીયાની શ્રેણી 'ધિક્કારનાં ગીતો' માં પ્રોફેશનલ પ્રેમએ વળી કેવો હોય? એવો ઉલ્લેખ કરતાં ગીતો રજૂ કરે છે..

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૬માં આપણે ઓ પી નય્યર રચિત  મોહમ્મદ રફીનાં યુગલ ગીતો યાદ કરીશું. હમણાં મોહમ્મદ રફીએ આશા ભોસલે સાથે ગાયેલાં ઓ પી નય્યર નાં યુગલ ગીતો સાંભળી રહ્યાં છીએ. ......

નઝરોંસે તીર મારે કસ કસ કસ - દો ઉસ્તાદ ગીતકાર : ક઼મર જલાલાબાદી 



રીક રીક ટીક ટીક બુમ બુમ ચિક તેરે મેરે દિલ હો - દો ઉસ્તાદ ગીતકાર : ક઼મર જલાલાબાદી 


રૂક રૂક રૂક કહાં ચલી દિવાની કોઈ રોકે - દો ઉસ્તાદ ગીતકાર : ક઼મર જલાલાબાદી


તેરે દિલ કા મકાન બડા આલીશાન - દો ઉસ્તાદ ગીતકાર : ક઼મર જલાલાબાદી


તુ લડકી મૈં લડકા - દો ઉસ્તાદ ગીતકાર : ક઼મર જલાલાબાદી



હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: